• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

ઇંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની અફઘાન સામેની મેચનો બહિષ્કાર કરે તેવી વકી

લંડન, તા. 7 : બ્રિટનના 160થી વધુ રાજનેતાઓએ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)ને અપીલ કરી છે કે આવતા મહિને અફઘાનિસ્તાન વિરુદ્ધની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચનો બહિષ્કાર કરે. બ્રિટનના આ રાજનેતાઓ ઇચ્છે છે કે, તાલિબાન શાસનમાં મહિલા અધિકારોના દમનના વિરોધમાં ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ અવાજ ઉઠાવે. અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી મેચ 26 ફેબ્રુઆરીએ લાહોરમાં રમાવાની છે, જેનો બહિષ્કાર કરવાની ઇંગ્લેન્ડમાં રાજકીય ચળવળ શરૂ થઇ હતી.  ઇસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી રિચર્ડ ગોલ્ડને સંબોધીને આ પત્ર લખાયો છે. જેમાં તાલિબાન શાસનમાં અફઘાનિસ્તાનની મહિલાઓ નર્કાગારની સ્થિતિમાં હોવાનું, તેમના અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાનું જણાવી આ દેશની ટીમ સાથે મેચ ન રમી તેનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી છે. ઇંગ્લેન્ડના મીડિયાએ પણ અફઘાનિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવા ઇસીબીને અપીલ કરી છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે 2003ના વન-ડે વર્લ્ડ કપ વખતે રોબર્ટ મુગાબેના શાસનના વિરોધમાં ઇંગ્લેન્ડ ટીમ ઝિમ્બાબ્વે સામેની મેચ રમી ન હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd