• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

પ્રતિબંધિત સૈયદ સુલેમાન પીર ટાપુ પર માછીમારી : 16 વિરુદ્ધ ગુનો દાખલ

ભુજ, તા. 7 : પશ્ચિમ કચ્છના વિવિધ નિર્જન ટાપુ અને દરિયાકિનારેથી બિનવારસુ માદક પદાર્થ મળવાને લઇને આવા નિર્જન ટાપુઓ પ્રતિબંધિત ઘોષિત કરતું જાહેરનામું બહાર પડયું છે. આવા જ જખૌ બાજુના સૈયદ સુલેમાન પીર ટાપુ પર ગઇકાલે બપોરે મંજૂરી વિના માછીમારી કરતા 16 માછીમારને જખૌ મરીન પોલીસે ઝડપી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. જખૌ મરીન પોલીસે આરોપી હસણ ઇભલા વાઘેર, અલી ઓસમાણ વાઘેર, ઇશાક ઓસમાણ વાઘેર, અકબર સલેમાન વાઘેર, દાઉદ સુલેમાન વાઘેર, મામદ ઇશાક વાઘેર, અબ્દુલ મામદ કેર, ઇબ્રાહીમ હાજી સિધિક વાઘેર, સલેમાન અલી વાઘેર, હસણ હાજી વાઘેર, મામદ હાજીઅલી વાઘેર, સુલતાન હસણ વાઘેર, સલીમ સુલેમાન, સબીર ઓસમાણ વાઘેર (તમામ માછીમાર, રહે. જખૌ) અને મુસ્તફા હાજી ઉમર જત (આશીરાવાંઢ) તથા ખમીશા ઓસમાણ લુહાર (ઉકરી)?વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd