• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

મહાકુંભમાં 27મીએ યોજાશે ધર્મ સંસદ

નવીદિલ્હી, તા.7: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 2025ના મહાકુંભની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. 13 જાન્યુઆરીથી યોજાનારા મહાકુંભ માટે સંતો અને સાધુઓનું આગમન શરૂ થઈ ગયું છે. જેમાં 27 જાન્યુઆરીએ ધર્મ સંસદ યોજાશે.  આ કાર્યક્રમમાં દેશભરના પ્રમુખ સાધુ-સંતો ઉપસ્થિત રહેશે. ચારેય પીઠના શંકરાચાર્ય અને 13 અખાડાના વડાઓ પણ ઉપસ્થિત રહેશે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે, ધર્મ સંસદ દરમિયાન સનાતન બોર્ડની રચના અંગે ચર્ચા કરવામાં આવશે.  અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ કહ્યું હતું કે, સનાતન બોર્ડની રચનાનો પ્રસ્તાવ ધર્મ સંસદમાં પસાર કરવામાં આવશે અને પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. અમારો ઉદ્દેશ સનાતનને બચાવવાનો છે. જમીનો ઉપર દાવાઓનાં કારણે સમગ્ર ભારતમાં વક્ફ બોર્ડની ચર્ચા ચાલી રહી છે. એટલા માટે અમે 27 જાન્યુઆરીએ ધર્મ સંસદનું આયોજન કર્યું છે. અમારો સંપૂર્ણ પ્રયાસ સનાતન બોર્ડની રચના કરવાનો છે. તેમણે આગળ વક્ફ બોર્ડ વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે તેમની પાસે આટલી જમીન ક્યાંથી આવી છે. તેમની પાસે 9થી 10 લાખ એકર જમીન છે. - મહાકુંભ મેળામાં શાહીસ્નાનની તિથિઓ જાહેર : ભક્તોમાં ઉત્સાહ : પ્રયાગરાજ, તા. 7 : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 10 જાન્યુઆરીથી મહાકુંભ મેળાનું આયોજન હાથ ધરાઈ રહ્યું છે, 12 વર્ષે યોજાતા આ કુંભમેળામાં શાહીસ્નાનનું ખૂબ મહત્ત્વ છે, જે ખાસ તિથિઓ પર કરાય છે. એવી માન્યતા છે કે, શાહીસ્નાન કરનારા ભક્તોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એક મીડિયા હેવાલ મુજબ, 14મીએ મકરસંક્રાંતિએ પહેલું શાહીસ્નાન યોજાશે, ત્યાર બાદ બીજું 29મીએ મૌની અમાસના અને ત્રીજું શાહીસ્નાન 2 ફેબ્રુઆરી વસંત પંચમીએ થાશે. 10મીએ પ્રથમ સ્નાન અને 26મીએ ભક્તો અંતિમ સ્નાન કરશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd