• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

વારંવાર જામીન અરજી બદલ મુંદરા કસ્ટોડિયલ ડેથમાં સૂત્રધારને દંડ

ભુજ, તા. 7 : ચકચારી મુંદરા કસ્ટોડિયલ ડેથના પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર આરોપી સમાઘોઘાના માજી સરપંચ એવા જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજાની વચગાળાની જામીન અરજી ભારે ખર્ચના હુકમ સાથે અધીક સેશન્સ અદાલતે નામંજૂર કરી છે. આરોપી જયવીરસિંહે છેલ્લા બે વર્ષમાં  16 જામીન અરજી જુદા-જુદા કારણોસર કરી હતી અને 17મી અરજી પિતાની બીમારીનું કારણ આગળ ધરી કરી હતી. આ અરજી સામે તપાસ અમલદાર ડીવાયએસપી-ભુજ તરફથી તેમજ પબ્લિક પ્રોસિ. અનિલભાઇ આર. દેસાઇ અને ફરિયાદી તરફેના મૂળ વકીલ દેવરાજભાઇ વી. ગઢવી તરફે વાંધાઓ લેખિત સ્વરૂપે રજૂ કરી અને અરજદાર આરોપી જુદા-જુદા કારણો આગળ ધરી વચગાળાની જામીન અરજીઓ કરવાની ટેવવાળો હોવાની વિગતવાર રજૂઆત કરી હતી. આ તમામ હકીકતો અધીક સેશન્સ જજે ધ્યાને લઇ તેમજ આવી અરજીઓના કારણે સરકાર ઉપર નાણાકીય ભારણ ખોટી રીતે વધે છે તે હકીકતને પણ ધ્યાને લઇ કોર્ટે અરજદાર જયવીરસિંહની  વચગાળાની અરજી રૂા. 25000ના ખર્ચ અરજદાર આરોપીએ નાજીર ભુજ ખાતે દિન-7માં જમા કરાવી આપવાના આદેશ સાથે નામંજૂર કરી છે. આ રીતે સરકાર પર વારંવાર આવી અરજીઓ કરી ખર્ચનું ભારણ ન વધે તે માટે દાખલારૂપ આવા અરજદારો પર ધાક બેસાડતો હુકમ પાંચમા અધીક સેશન્સ જજ ભુજ દ્વારા કરવામાં આવ્યો છે. આ કામે પ્રોસિ. તરફે  સ્પે. પી.પી. અનિલભાઇ આર. દેસાઇએ વાંધા રજૂ કર્યા હતા તેમજ મૂળ ફરિયાદી તરફે સિનિયર એડવોકેટ ડી. વી. ગઢવી, વાય. વી. વોરા, એ. એન. મહેતા, એચ. કે. ગઢવી તથા એસ.એસ.ગઢવીએ એડવોકેટ તરીકે હાજર રહી અને વાંધા ફાઇલ કર્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd