ભુજ, તા. 7 : ખેલ મહાકુંભ 3.0 રમતોના આયોજન અંતર્ગત જિલ્લા કક્ષાની
કરાટે ભા/બ, ટેકવોન્ડો ભા/બ, આર્ટિસ્ટીક સ્કેટિંગ ભા/બ આ સ્પર્ધાઓની અનિવાર્ય સંજોગોના
કારણે તારીખોમાં ફેરફાર કરવામાં આવે છે. ભાગ લેવા જતા ખેલાડીઓએ અગાઉ આયોજક શાળાના મોબાઈલ
ઉપર ટેલિફોનિક સંપર્ક કરી જિલ્લામાં ભાગ લેવા જવાનું રહેશે. આર્ટીસ્ટીક સ્કેટિંગ ભાઈઓ
તા. 11-1ના અને બહેનો તા. 12-1ના સેવી ઈન્ટરનેશનલ સ્કૂલ, લીલાશા, ગાંધીધામ ખાતે
(97264 48005). કરાટે (અં-14 ભાઈઓ) તા. 27-1ના, બહેનો તા. 28-1ના, (અં-17, ઓપન એજ ભાઈઓ)
તા. 29-1ના, ઓપન એજ બહેનો તા. 30-1ના મૈત્રી મહાવિદ્યાલય, આદિપુર, ગાંધીધામ ખાતે
(97264 48005, 84013 36779), ટેકવોન્ડો ભા/બ તા. 31-1ના મૈત્રી મહા વિદ્યાલય, આદિપુર,
ગાંધીધામ (97264 48005) ખાતે રમાશે. વધુ માહિતી માટે https://khelmahakumbh.gujarat.gov.in/
વેબસાઈટ પર મેળવી શકાશે. એમ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, કચ્છની
યાદીમાં જણાવાયું છે.