નવી દિલ્હી, તા. 7 : ભારતીય અર્થતંત્રમાં સુસ્તીના સંકેતમાં
સરકારે આજે 2024-2પના નાણાકીય વર્ષમાં વાસ્તવિક વિકાસદર (જીડીપી) ચાર વર્ષનો સૈથી ઓછો
6.4 ટકા રહેવાનું અનુમાન જારી કર્યું છે. રાષ્ટ્રીય આંકડા કાર્યાલય (એનએસઓ) મુજબ
2023-24ના 8.2 ટકા જીડીપીની તુલનાએ 2024-2પના વર્ષમાં તે ઘટીને 6.4 ટકા રહી શકે છે. ઉત્પાદન અને સર્વિસ ક્ષેત્રના નબળા દેખાવ
સહિતના પરિબળોને લીધે 2024-2પના નાણાકીય વર્ષમાં જીડીપીમાં ઘટાડો નોંધાય તેવી શક્યતા
છે. આ અગાઉ કોરોનાના વર્ષમાં 2020-21માં તે માઈનસ પ.8 ટકા નોંધાયો હતો. ત્યાર બાદ
2021-22માં 9.7, 2022-23માં તે 7 ટકા રહ્યો હતો. એનએસઓ દ્વારા જારી કરવામાં આવેલું
અનુમાન રિઝર્વ બેન્ક દ્વારા ડિસેમ્બરમાં દર્શાવાયેલા 6.6 ટકા અને નાણા મંત્રાલય દ્વારા
વ્યક્ત કરવામાં આવેલા 6.પથી 7 ટકાના વિકાસદરથી પણ ઓછું છે અને ભારતીય અર્થતત્રમાં સુસ્તીના
સંકેત આપે છે. એનએસઓએ 2023-24ના વર્ષનો પ્રોવિઝનલ અંદાજ 8.2 ટકા બતાવાયો છે. ચાલુ નાણાકીય
વર્ષમાં ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રનું પ્રદર્શન કમજોર રહ્યું છે અને તેનો વૃદ્ધિદર
9.7 ટકાથી ઘટીને પ.3 ટકા રહે તેવી ભીતિ છે, તો સર્વિસ ક્ષેત્ર પણ 6.6 ટકાથી ઘટીને પ.8 ટકાએ પહોંચશે. સરકારના અનુમાન મુજબ દેશમાં વિકાસદર
ચાર વર્ષના તળિયે રહે તેમ છે.