ભુજ, તા. 7 : ગુંદિયાળી રાજગોર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત
સ્વ. ધ્વનિબેન પ્રકાશભાઈ બોડાની સ્મૃતિમાં શિક્ષણ ક્ષેત્રના લાભાર્થે અખિલ કચ્છ રાજગોર
ડે-નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો આરંભ થયો હતો. સમારંભના અધ્યક્ષ નીતિનભાઈ હીરાલાલ મોતા
ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કાર્યક્રમના પ્રેરણાસ્ત્રોત પ્રકાશ લક્ષ્મણભાઈ બોડા પરિવાર
રહ્યા હતા. વિશેષ ઉપસ્થિત સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને જિલ્લા ભાજપના
ઉપાધ્યક્ષ રાહુલ ગોર સહિત સામાજિક અને રાજકીય મહેમાનો રહ્યા હતા. એ.સી. ગોર, જે.પી. ગોર, મિતેષ અંબાશંકર, નીતિન કેશવાણી,
જેઠાલાલ બોડા, રસિક બોડા, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામત ગઢવી, માંડવી તાલુકા પંચાયતના
પ્રમુખ કેવલ ગઢવી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શીલ્પાબેન નાથાણી, સુરેશ સંઘાર, મસ્કા
પૂર્વ સરપંચ કીર્તિ ગોર, વખતાસિંહ જાડેજા, સરપંચ પ્રતિનિધિ ગુંદિયાળી ગામના ઉપસરપંચ
ઓસમાણ વાઘેર, માજી ઉપસરપંચ રાજેશભાઈ બોડા, જિલ્લા પંચાયતના સદસ્ય વીરમભાઈ ગઢવી સહિત
અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જયેશ મારાજ, પન્નુ મારાજ તથા રસિકભાઈ
બોડાએ કર્યું હતું. વ્યવસ્થા હિતેન બોડા, ગિરીશ માકાણી, ખુશાલ બોડા, કનૈયા માકાણી અને
ગુંદિયાળી રાજગોર સ્પોર્ટસ ક્લબના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. ટૂર્ના.માં રાજગોર
સમાજની 32 ટીમે ભાગ લીધો છે. હસમુખ ચંદુલાલ
નાકર-ટ્રોફી, સ્વ. રવિલાલ કાકુભાઇ વ્યાસ હસ્તે મુકેશ વ્યાસ-લાઈવ, સુનિલ વ્યાસ, લાભશંકર
બોડા, ચંદુલાલ માકાણી, શાસ્ત્રી નીરવ મારાજ, એડવોકેટ આનંદ વ્યાસ, હીરાલાલ માકાણી સહયોગી
દાતા રહ્યા હતા.