ગાંધીધામ, તા. 7 : તાલુકાના કિડાણામાં વીજબિલની વસૂલાત માટે ગયેલા વીજકર્મચારી ઉપર બે જણે હુમલો કર્યો
હતો. આદિપુર સબ ડિવિઝન પી.જી.વી.સી.એલ.માં ઈલેકટ્રીક આસિસ્ટંટ તરીકે ફરજ બજાવતા જયકુમાર
પ્રેમજીભાઈ ચાવડાએ આરોપી સિદીક જુસબ સુમરા અને આદિલ સીદીક સુમરા સામે ગુનો નોંધાવ્યો હતો.
પોલીસસુત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું કરણીજીનગરમાં
વિસ્તારમાં આજે સવારે 10 વાગ્યા અરસામાં આ
બનાવ બન્યો હતો. ફરીયાદી વીજકર્મચારી આરોપીના
ઘરે જી.ઈ.બી.ના લાઈટ બિલ બાકી નાણાંની ઉઘરાણી
માટે ગયા હતા. ગત તા. 15/3/2024થી તા. 9/12/2024 સુધીના રૂા. 43,134 પૈકી અડધી રકમ
રૂા.20 હજાર અઢી વાગ્યા સુધીના પૈસા ભરી આપો નહીંતર તમારૂં મીટર ઉતારી લઈએ તેવી વાત
ફરીયાદીએ કરી હતી. દરમ્યાન ઉશ્કેરાયેલા આરોપી
સિદીકે વીજકર્મચારીને લાફો મારી ભુંડી ગાળો આપી, અન્ય આરોપી ધારીયું બતાવી જાનથી મારી
નાખવાની ધમકી આપી હતી. વીજકર્મચારીના ઉપર વધુ
એક હુમલાના બનાવ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે.