• રવિવાર, 07 જુલાઈ, 2024

એક પણ રન વિના પ્લેયર ઓફ ટૂર્નામેન્ટ : બુમરાહનો અનોખો વિક્રમ

નવી દિલ્હી, તા. 3 : આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2024 સ્પર્ધા હાલમાં પૂરી થઇ અને ભારતે ખિતાબ જીતી લીધો, જેમાં બોલરોનો જબરદસ્ત દેખાવ જોવા મળ્યો હતો. જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ટૂર્નામેન્ટ  જાહેર થયો. બુમરાહે એવોર્ડ જીતતાની સાથે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાનાં નામે કર્યો હતો. બુમરાહે કંઇક એવું કરીને દેખાડયું છે કે જે પુરુષ કે મહિલા ટી-20 વર્લ્ડકપમાં મળીને પણ કોઇ કરી શકયું નથી. બુમરાહ ટી-20 વર્લ્ડકપ ઇતિહાસનો પહેલો એવો ખેલાડી બન્યો છે જે પ્લેયર ઓફ ટૂર્નામેન્ટ તો બન્યો પરંતુ તેના ખાતામાં એક પણ રન નથી. ટૂર્નામેન્ટમાં બુમરાહને ફકત એક વખત બેટિંગ કરવાની તક મળી અને તેમાં તે ગોલ્ડન ડકનો ભોગ બન્યો હતો. બુમરાહે ટી-20 વિશ્વકપમાં કુલ 15 વિકેટ લીધી અને ટીમ ઇન્ડિયાના સૌથી મોટા ગેમ ચેન્જર તરીકે ઉભરી આવ્યો હતો. બુમરાહ અગાઉ વન-ડે વિશ્વકપમાં બે ખેલાડીઓ એવા રહ્યા છે જેઓ એક પણ રન કર્યા વગર પ્લેયર ઓફ ટૂર્નામેન્ટ બન્યા હતા. ગ્લેન મેકગ્રાથે પરાક્રમ 2007 વર્લ્ડકપમાં કર્યું હતું. જ્યારે 11 મેચમાં તેને એક પણ મેચમાં બેટિંગ કરવાની તક મળી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કે પણ 2015ના વર્લ્ડકપમાં બેટિંગની તક મળી હતી, પરંતુ તેના બેટથી એક પણ રન થયો હતો અને મેન ઓફ સિરીઝ બન્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang