• રવિવાર, 07 જુલાઈ, 2024

નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં રેફરી તરીકે કચ્છીની પસંદગી

મુંદરા, તા. 3 : ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની નેશનલ ફૂટબોલ ક્લબ ચેમ્પિયનશિપમાં રેફરી તરીકે કચ્છના મુંદરા તાલુકાના પ્રતીકકુમાર બી. પિંગોલની નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર ભારતમાં પસંદ થયેલા 16 રેફરીમાંથી પ્રતીકની પણ પસંદગી થઈ હતી. પ્રતીક અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ લુણી લુણંગધામના પ્રમુખ કિશોરભાઈ પિંગોલના ભત્રીજા થાય. ઉલ્લેખનીય છે કે, પ્રતીક નાનપણથી ફૂટબોલ પ્રત્યે લગાવ ધરાવે છે અને રમવામાં અનેક સિદ્ધિ સાથે હવે રેફરીના પદ સુધી પહોંચ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang