• રવિવાર, 07 જુલાઈ, 2024

નાસભાગની ન્યાયિક તપાસનો આદેશ : બાબા ફરાર

હાથરસ (ઉત્તરપ્રદેશ), તા.3 (પીટીઆઈ) : હાથરસમાં ભોલે બાબાના સત્સંગ બાદ થયેલી નાસભાગમાં અત્યાર સુધીમાં 122 લોકોના મોત થયાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. પોલીસે ઘટનાની એફઆઈઆર આયોજકો સામે નોંધી તેમના પર પુરાવા છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. 80 હજાર લોકોની મંજૂરી સામે 2.50 લાખ લોકોને સાંકડાં સ્થળે જમા કરવામાં આવ્યા હતા. સીએમ યોગીએ હાથરસ પહોંચીને ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા હતા. જોકે તેમણે ઘટના ષડયંત્ર હોવાનો ઈન્કાર પણ કર્યો હતો. દરમ્યાન, અમુક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સત્સંગ કરનારા ભોલે બાબા ઘટના બાદથી ફરાર છે અને એફઆઈઆરમાં તેમનું નામ પણ નથી. સત્સંગ બાદ બાબાની ચરણરજ લેવા માટે લોકોએ પડાપડી કરતાં ગોઝારી હોનારત સર્જાઈ હોવાનું તંત્રના સામે આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.વહીવટીતંત્રે અત્યાર સુધીમાં 121 લોકોના મોતની પુષ્ટિ કરી છે. સીએમ યોગી આજે હાથરસ પહોંચ્યા હતા. તેઓ જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા અને  સ્થળ પર પણ ગયા હતા. અધિકારીઓ પાસેથી સમગ્ર અકસ્માતની માહિતી લીધી. હતી. પત્રકાર પરિષદમાં યોગીએ કહ્યું કે અકસ્માત એક ષડયંત્ર સમાન છે. લોકો મરતા રહ્યા. સેવાદારો ત્યાંથી ભાગી ગયા. તેમણે તો વહીવટીતંત્રને જાણ કરી કે તો લોકોની મદદ કરી હતી.. વહીવટીતંત્રની ટીમ આવી ત્યારે સેવાદારોએ તેમને આગળ જવા દીધા હતા. યોગીએ ન્યાયિક તપાસની જાહેરાત કરતાં કહ્યું હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અને વરિષ્ઠ નિવૃત્ત પોલીસ અધિકારીની ટીમ કેસની તપાસ કરશે અને જે પણ દોષિત ઠરશે તેને સજા કરવામાં આવશે. સીએમ યોગીએ ઘટનાસ્થળની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, 121 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં યુપી ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાના લોકો છે. યોગીના કેહવા પ્રમાણે ઘાયલો સાથે પણ વાતચીત થઈ છે. તમામે કહ્યું હતું કે, કાર્યક્રમ બાદ ઘટના બની છે. કાર્યક્રમમાં જે વ્યક્તિ ઉપદેશ દેવા આવી હતી, તેની કથા પૂરી થતાં જે તેનો કાફલો આવતાં મહિલાઓ પાછળ પાછળ દોડી હતી. તમામ એકબીજાની ઉપર ચડવા લાગ્યા હતા. સેવાદાર પણ ધક્કા આપી રહ્યા હતા. દરમિયાન સ્થિતિ ગંભીર બની હતી. યોગીએ કહ્યું હતું કે, હવેની પ્રાથમિકતા આયોજકોની પૂછપરછ છે. બાદમાં ઘટના માટે જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ભોલેબાબાના સેવાદારોને પણ ઘટના માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, સેવાદારો કાર્યક્રમમાં પ્રશાસનના લોકોને ઘૂસવા દેતા નથી. ઘટના બાદ આવા લોકો નાસી છૂટયા હતા. બીજી તરફ, હાથરસ દુર્ઘટનામાં પ્રશાસનનો પ્રથમ અહેવાલ સામે આવ્યો છે. કહેવાય છે કે ભોલે બાબાના પગની ધૂળ લેવાની પડાપડીને કારણે અકસ્માત થયો હતો. બાબાના સેવકોએ લોકોને ધક્કો માર્યો જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. દરમ્યાન, પ્રયાગરાજના વકીલ ગૌરવ દ્વિવેદીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરીને અકસ્માતની સીબીઆઈ તપાસની માંગ કરી છે. એડવોકેટ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. જેમાં નિવૃત્ત જજની અધ્યક્ષતામાં 5 નિષ્ણાતોની કમિટી બનાવવાની માંગ કરવામાં આવી છે. અહેવાલ મુજબ ગઈકાલે મોડી રાત્રે, સિકંદરરાઉ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે અકસ્માતમાં 22 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. આમાં મુખ્ય આયોજકનું નામ દેવ પ્રકાશ મધુકર છે. બાકીના અજાણ્યા છે. ચોંકાવનારી વાત છે કે મુખ્ય આરોપી ભોલે બાબા ઉર્ફે હરિ નારાયણ સાકરનું નામ નથી. અકસ્માત બાદ બાબા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પોલીસે આખી રાત તેની શોધમાં દરોડા પાડ્યા હતા. મૈનપુરીમાં બાબાના આશ્રમમાં પહોંચ્યા, પરંતુ તે મળ્યા નહીં. મૈનપુરીમાં આશ્રમની બહાર પોલીસ તૈનાતકરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang