• રવિવાર, 07 જુલાઈ, 2024

નાગોર ફાટક પાસે ભંગારના વાડામાં કામ કરતા યુવકનું કમકમાટીભર્યું મોત

ભુજ, તા. 3 : શહેરની ભાગોળે આવેલા નાગોર રોડ પરના ભંગારના વાડામાં ગ્રાઈન્ડર મશીનનું કામ કરતી વેળાએ અકસ્માતે મશીનમાં આવી જવાથી ફૈઝાન રમજુ સમેજા (.. 20)નું કમકમાટીભર્યું મોત થવાનો કરુણ કિસ્સો સપાટી પર આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સુરલભિટ્ટ ફાટકની બાજુમાં રહેતો ફૈઝાન નાગોર ફાટક પાસે આવેલા કાસમ ઈશાક કુંભારના ભંગારના વાડામાં ગ્રાઈન્ડર મશીનનું કામ કરતો હતો ત્યારે તે મશીનમાં આવી ગયો હતો. ફસાયેલા હતભાગીના શરીરના કટકા થઈ ગયા હોવાથી તેને મહામહેનતે બહાર કઢાયો હતો. ટૂકડા થયેલા અંગો બહાર કઢાયા બાદ શહેરની સેવાકીય સંસ્થા માનવ જ્યોતને જાણ કરાઈ હતી અને સંસ્થાની એમ્બ્યુલન્સમાં તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લવાયો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang