• રવિવાર, 07 જુલાઈ, 2024

હાથરસ જેવી દુર્ઘટનાનો બોધપાઠ ક્યારે લેવાશે ?

શ્રદ્ધાને કદી સીમાડા નથી હોતા એમ કહેવાય છે, પરંતુ શ્રદ્ધાનો પ્રવાહ અંધશ્રદ્ધામાં પરિવર્તિત થાય એની ભેદરેખા પરખાય નહીં ત્યારે હાથરસ જેવી ભયાનક દુર્ઘટના સર્જાતી હોય છે. ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરારાઉમાં ભોલેબાબાના સત્સંગ દરમ્યાન નાસભાગ મચતાં 110થી વધુ લોકો માર્યા ગયા છે અને અનેક ઘવાયા છે. મળતા હેવાલ મુજબ બાબાના કાર્યક્રમમાં 50 હજારથી વધુ ભાવિક ઊમટયા હતા, જેમાં મહિલા-બાળકોની સંખ્યા વિશેષ હતી. નારાયણ સાકાર હરિ નામના બાબા કાર્યક્રમ સંપન્ન કરીને બહાર નીકળ્યા કે લોકોએ ધસારો કર્યો હતો. બાબાનાં ચરણ સ્પર્શ કરવા અથવા તો તેમના પગલાંની રજ લેવા માટે પડાપડી થઇ હતી. લોકોએ એકસાથે બહાર જવાનો પ્રયત્ન કર્યો... બાળકો-મહિલાઓ નીચે પડી ગયા, એમને કચડીને લોકો આગળ વધતા રહ્યા. ઘટનાની કલ્પના અરેરાટી જગાવે તેવી છે. આપણા પગના આંગળા કે શરીરનો નાનો સરખો ભાગ દબાય તોય અસહ્ય પીડા થાય, તો બાળકો-મહિલાઓએ કેવી યાતના વેઠી હશે ? બનાવે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. એક કોન્સ્ટેબલનું તો ત્યાંની હોસ્પિટલમાં લાશના ઢગલા જોઇને હૃદય બેસી ગયું ને મોત નીપજ્યું. વડાપ્રધાન મોદીએ લોકસભામાં ઘટના પર દુ: વ્યક્ત કરીને હતભાગી પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુદ્ધનાં ધોરણે બચાવ-રાહત પગલાંનો આદેશ કર્યો. ...પણ આવી ચિંતા, તકેદારી કાર્યક્રમ વખતે લેવાઇ હોત તો ? સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ઉત્તરપ્રદેશની યોગી સરકારને જવાબદાર લેખાવી છે. અલબત્ત, સમય રાજનીતિ રમવાનો નથી, બલ્કે પીડિતો, ઘાયલોને યોગ્ય સારવાર અને સહાયતા પહોંચાડવાનો છે, છતાં સવાલો તો ઊભા થવાના . પ્રશ્ન જરૂર ઊઠે છે કે સમયાંતરે બનતી આવી ઘટનાઓનો હંમેશ માટે અંત કેમ આવતો નથી ? અડધા લાખ લોકોને ભેગા કરનાર બાબા કે આયોજકોએ આટલા માનવમહેરામણ માટે યોગ્ય વ્યવસ્થા કરી હતી ??સવાલ પણ ઊઠે છે કે, આસ્થાળુ લોકો બાબાઓથી એટલા અંજાઇ જાય છે કે પોતાની, પરિવારોજનોની, બાળકોની સલામતીની ચિંતા નથી કરતા. શ્રદ્ધાના આવેશમાં સુરક્ષાની તકેદારી કેમ ભુલાઇ જાય છે ? ભક્તિનો ઉન્માદ બેદરકારી નોતરે ત્યારે કેવું ભયંકર પરિણામ આવે ઘટના સૂચવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી આર્થિક સહાયની જાહેરાત થઇ છે. આવું દરેક વખતે બનતું હોય છે. મુદ્દો છે કે સરકારો અને વહીવટી તંત્રની જવાબદારી માત્ર વળતર જાહેર કરવા પૂરતી હોવી જોઇએ નહીં. ખાસ તો ધાર્મિક અને સામાજિક આયોજનોમાં સાવચેતીના ઉપાયો નક્કી કરવાની અને તેના પાલન માટે અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની તાતી જરૂર છે. લોકોના જીવનની સુરક્ષાથી વધુ કંઇ મહત્ત્વનું નથી.હાથરસના કિસ્સામાં આયોજકોની બેદરકારી હોય તો કોઇને બક્ષવા જોઇએ. દેશમાં કમનસીબે આવા શ્રેણીબદ્ધ બનાવો ઇતિહાસના ચોપડે નોંધાયેલા છે. દુર્ઘટનાનો સિલસિલો રોકવાની જવાબદારી ભલે તંત્રની છે, પરંતુ આપણે શ્રદ્ધાળુ લોકોએ પણ સુધરવું પડશે. નાગરિક તરીકેની સમજણ અને શિસ્ત કેમ ભૂલાઇ જાય છે. ક્ષેત્રે સમાજસેવી સંસ્થાઓએ લોકોને શીખવવા માટે કેમ્પ કરવા જોઇએ. કેમ કે, લોકો ઉન્માદમાં બધું ભૂલી જાય છે. એમને કોણ સમજાવી શકે. કોઇના પ્રભાવમાં કે જાદૂઇ વાતોમાં એટલું આવી જવું કે જીવન દાવ પર લાગી જાય.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang