• રવિવાર, 07 જુલાઈ, 2024

ધ્રબુડીના દરિયાકિનારે ફરી ચરસનાં ચાર પેકેટ ઝડપાયા

મોટા ભાડિયા, તા. 3 : થોડા-થોડા અંતરે મળી આવતા માદક પદાર્થ મળવાનો સિલસિલો જારી રહ્યો છે. ધ્રબુડી અને મોઢવા ગામ વચ્ચેના દરિયાકિનારે શંકાસ્પદ ચરસના ચાર પેકેટ માંડવી મરીન પોલીસે કબજે કર્યા હતા. મળતી માહિતી મુજબ, પેટ્રોલિંગમાં રહેલી માંડવી મરીન પોલીસ, માંડવી ટાસ્ક ફોર્સ અને એસઆરડીની ટીમને ધ્રબુડી-મોઢવા નજીકના દરિયાકાંઠે થેલીમાં શંકાસ્પદ ચરસના ચાર પેકેટ મળી આવ્યા હતા. પોલીસે પેકેટ કબજે કરી માદક પદાર્થની તપાસ માટે એફએસએલમાં મોકલ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang