• રવિવાર, 07 જુલાઈ, 2024

સંકટ સમયે બહાર જવાનો માર્ગ બાવળોથી ઘેરાયો

નિરોણા (પાવરપટ્ટી), તા. 3 અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિમાં પશ્ચિમ બન્નીના છસલા-ભગાડિયાના રહેણાક વિસ્તારમાં પાણી ભરાયા પછી સેંકડો પરિવાર સ્થળાંતર કરી વંગ નજીકના ગુગરઢુઈના ઉંચાણવાળા વિસ્તારમાં આસરો લે છે, જ્યાંથી વંગ જવા માટે એકમાત્ર રસ્તો ગાંડા બાવળની ગીચ ઝાડીથી ઢંકાઈ જતાં અવર-જવર માટે ભારે મુશ્કેલીરૂપ બન્યો છે. વહેલી તકે રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. કચ્છભાં ભારે વરસાદ બાદ પશ્ચિમ બન્નીનાં અનેક ગામો પાણીથી ઘેરાયાં પછી માલધારી લોકો સ્વયંભૂ સલામત સ્થળોએ ખસે છે, જે પૈકી ભગાડિયા અને છસલાના લોકો ઘર-તળ છોડી વંગ ગામના કાંઠાળ વિસ્તારમાં આવેલા ગુગરઢુઈ નામક ઉંચાણવાળા વિસ્તાર પર આસરો લે છે. ત્રણેક મહિનાના હિજરતી ગાળા દરમ્યાન લોકોની અવર-જવર માટેનો એકમાત્ર માર્ગ ગુગરઢુઈથી વંગ સુધી કિ.મી.નો છે, જે રસ્તો વંગના ખેડવાણ વિસ્તાર વચ્ઁથી નીકળે છે. બિલકુલ કાચો રસ્તો મોટાભાગે ગાંડા બાવળની ગીચ ઝાડીથી ઘેરાયેલો રહે છે. ચોમાસા પૂર્વે નખત્રાણા મકાન માર્ગ વિભાગ દ્વારા રસ્તો ખુલ્લો કરી સ્થળાંતરિત થતાં માલધારીઓ માટે મદદરૂપ બને છે, પરંતુ ચાલુ સાલે રસ્તા પરથી ઝાડીનું કટિંગ થતાં રસ્તો બન્ને બાજુએથી ગાંડા બાવળની ગીચ ઝાડીથી ઘેરાઈ જતાં અવર-જવર માટે માથાંના દુ:ખાવારૂપ બન્યો છે. ભગાડિયા ગામના અગ્રણી અમીનભાઈ જતના જણાવ્યા મુજબ ચોમાસાની સિઝન માથે ગાજે છે, ત્યારે સ્થળાંતરની પરિસ્થિતિ સર્જાય પૂર્વે મહત્ત્વનો રસ્તો ખુલ્લો કરવા જિલ્લા કક્ષાએ રજઅૂાત કરાઈ છે અને જિલ્લાએથી નખત્રાણા તાલુકામાં પણ બાબતે વહેલી તકે કામગીરી કરવાની સૂચના પણ અપાઈ છે, પરંતુ આજ સુધી રસ્તા પરથી ઝાડીની સફાઈ થયેલી નથી. વરસાદ અને વાવાઝોડાંને લઈ રસ્તાની બન્ને બાજુએ ગાંડા બાવળની ઝાડી રસ્તા પર પડે તે પહેલાં તેનું કટિંગ કરવામાં આવે તેવી માંગ અગ્રણીએ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang