• રવિવાર, 07 જુલાઈ, 2024

પરીક્ષાના થોડા કલાક પૂર્વે જ રચાશે પેપર

નવી દિલ્હી, તા. 2 : નીટ પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને ગરબડોને પગલે ગૃહ મંત્રાલયમાં એક મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં એવો નિર્ણય લેવાયો હતો કે, પરીક્ષાના થોડા કલાક પહેલાં પ્રશ્નપત્ર તૈયાર થશે. ગૃહ મંત્રાલય અને સાયબર સેલના અધિકારીઓની બેઠકમાં વિવિધ પરિબળોને લઈને ચર્ચા થઈ હતી. હાલમાં સરકાર પરીક્ષાઓમાં કોઈ પણ સ્તરે છીંડા કે કમી છે કે નહીં એની ચકાસણી કરી રહી છે. નીટ-પીજીની પરીક્ષા ઓગસ્ટના મધ્યમાં લેવાય તેવી સંભાવના છે. સપ્તાહે તારીખની જાહેરાત થઈ શકે છે. ગૃહ મંત્રાલય, ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી વિભાગ અને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા નીટ પરીક્ષાના સમગ્ર મામલાનું નિરીક્ષણ અને સમીક્ષા થઈ રહી છે અને તપાસ લગભગ અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં નીટ-પીજી પરીક્ષાની તારીખોનું એલાન થવાનું છે અને એકાદ મહિનામાં પરીક્ષા લેવાઈ જશે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાપાયે ગેરરીતિઓ અને ગરબડોને પગલે એવો તખતો ઘડયો છે કે, પરીક્ષાના થોડા કલાક પહેલાં પ્રશ્નપત્ર તૈયાર થાય. ગૃહ મંત્રાલયની 14-સી વિંગમાં મળેલી બેઠકમાં સાયબર સેલના અધિકારીઓ જોડાયા હતા. દરમ્યાન, નેશનલ બોર્ડ ઓફ એકઝામિનેશન ઈન મેડિકલ સાયન્સીઝ (એનબીઈએમએસ)ના અધ્યક્ષ અભિજાત શેઠે જણાવ્યું હતું કે, માર્ગદર્શિકા અને નિયમો ટૂંક સમયમાં સમીક્ષા કરવામાં આવશે અને આગામી સપ્તાહ સુધી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang