• રવિવાર, 07 જુલાઈ, 2024

કચ્છ ફૂટબોલ ક્લબ એકેડેમીના ઉપક્રમે ખેલાડી પસંદગી પ્રક્રિયા

ગાંધીધામ, તા. 3 : કચ્છ ફૂટબોલ ક્લબ એકેડેમી દ્વારા રમતગમત સંકુલ ખાતે ટ્રાયલ યોજાઈ હતી. વરસતા વરસાદ વચ્ચે અન્ડર-13માં 50, અન્ડર-15માં 60, અન્ડર-17માં 55  રમતવીરે ભાગ લીધો હતો. પસંદગી પ્રક્રિયા દ્વારા કચ્છ ફૂટબોલ ક્લબ એકેડેમી દ્વારા પ્રત્યેક કેટેગરીમાં પોતાની ટીમ બનાવી ગુજરાત રાજ્ય ફૂટબોલ ક્લબ એસોસીએશન દ્વારા યોજાનારી ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. પસંદગી પામેલા ખેલાડીઓને એકેડેમી દ્વારા તમામ પ્રકારની સુવિધા, ખર્ચ આપવામાં આવશે. સંસ્થાના પ્રમુખ ધવલ આચાર્ય, ઉપપ્રમુખ જતિન અગ્રવાલ, સહમંત્રી શરદપાલ ચૌહાણ, ખજાનચી નંદલાલ ગોયલ, મંજિતસિંઘ મિનહાસ, ભરત રાજાણી, શ્રીનિવાસ, સુરેશ ગુપ્તા, તુલસી સુજાન, પ્રદીપ ભુમરાહ, મનોજ જોધુન, સુબાશ ગોયલ, કૃષ્ણ રાવજી, વિમલ ગુજરાલ, વિનોદ પિલ્લઈ સહિતના અગ્રણીઓ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે, તેવું સંસ્થાના સચિવ વિશાલ થાપાએ એક યાદીમાં જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang