• રવિવાર, 07 જુલાઈ, 2024

મજા સજા ન બની જાય

મહારાષ્ટ્રમાં લોનાવલાના ભુસી ડેમ ખાતે વરસાદી માહોલમાં પિકનિક પર આવેલા એક પરિવારના પાંચ જણનાં મોતનાં પગલે હવે સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્યમાં આવા બંધ અને સમુદ્ર કિનારા હોય તો સાવચેતીનાં તમામ પગલાં લેવાની તાકીદના હુકમ છૂટયા છે. ખુદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અપીલ કરી છે કે, પર્યટનનો આનંદ માણો પણ પોતાના પ્રિયજનોના જીવ ભયમાં મૂકો. ભયસૂચક તથા સાવચેતી અંગેની સૂચનાઓની અવગણના કરો. ભુસી ડેમ અને બીજાં પર્યટન સ્થળોએ છેલ્લાં દસ વર્ષમાં બસોથી વધુ પર્યટકોએ અતિ આત્મવિશ્વાસ અને સ્ટન્ટ કરવાની ચાહતને પગલે જીવ ગુમાવ્યા છે, અનેક ઘાયલ થયા છે, છતાં કમનસીબે લોકોની આંખ ખૂલતી નથી. વરસાદમાં પર્યટન સ્થળોએ ભીડ કરનારા પર્યટકોને કારણે સ્થાનિકોને કામ મળે છે અને આવક થાય છે. ખાણી-પીણીથી માંડી હોટેલ કે ગેસ્ટ હાઉસ તથા અન્ય વ્યવસાયોને સહેલાણીઓનાં કારણે ધંધો-રોજગાર મળે છે. બધી સગવડો સ્થાનિકો ઉપલબ્ધ કરાવી શકે છે. આથી આવાં સ્થળોએ સારી સુવિધા ઉપલબ્ધ કરાવી આપવાની શાસનની પણ ફરજ બને છે. કચ્છ અને ગુજરાતમાં પણ સારો વરસાદ થાય અને ડેમ-તળાવોમાં નવાં નીર લહેરાતાં થાય એટલે લોકોનો ધસારો જોવા મળે છે. દેખાદેખીમાં અને મસ્તીમાં ઘણા લોકો ઊંડા પાણીની પરવા કર્યા વિના જોખમ વહોરી લેતા હોય છે. આવું નિવારવું જોઇએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang