• રવિવાર, 07 જુલાઈ, 2024

ઝિમ્બાબ્વે પ્રવાસમાં ભારતીય ટીમના બેટિંગ કોચ સૌરાષ્ટ્રના સિતાંશુ કોટક

હરારે, તા.3: કપ્તાન શુભમન ગિલની આગેવાની અને ઇનચાર્જ કોચ વીવીએસ લક્ષ્મણનાં માર્ગદર્શનમાં યુવા ભારતીય ક્રિકેટ ટીમ 6 જુલાઈથી ઝિમ્બાબ્વે વિરુદ્ધ શરૂ થતી પાંચ મેચની ટી-20 શ્રેણી માટે હરારે પહોંચી ચૂકી છે. ગિલ અમેરિકાથી સીધો અહીં ટીમ સાથે જોડાયો છે. ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ દ્વારા ભારતીય ખેલાડીઓનાં વિમાની મથકે સ્વાગતની તસવીરો અને વીડિયો એક્સ પર શેર કર્યા છે. ઝિમ્બાબ્વે પ્રવાસમાં ભારતીય ટીમના બેટિંગ કોચ તરીકે સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમના પૂર્વ કેપ્ટન સિંતાશુ કોટક છે. તેઓ પહેલા પણ ટીમ ઇન્ડિયાના કોચ અને બેટિંગ કોચ તરીકે સેવા આપી ચૂક્યા છે. ઝિમ્બાબ્વે પહોંચ્યા બાદ ભારતીય ટીમ ગુરુવારથી નેટ પ્રેક્ટિસનો પ્રારંભ કરશે. હરારે પહોંચ્યા બાદ ભારતીય ટીમમાં પહેલીવાર સામેલ થયેલ આસામના ખેલાડી રિયાન પરાગે કહ્યંy કે, મારું નાનપણથી સપનું હતું કે ટીમ ઇન્ડિયાનો હિસ્સો બનું. ભારતીય જર્સીમાં જ્યારે મેદાનમાં ઉતરીશ ત્યારે એક અલગ અહેસાસ હશે અને ગર્વ હશે જ્યારે તુષાર દેશપાંડેએ કહ્યંy, નેશનલ ટીમ સાથે યાત્રાનો અનુભવ અલગ છે. અભિષેક શર્માએ કહ્યંy કે જે દિવસથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારથી દેશ તરફથી રમવાનું સપનું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang