• રવિવાર, 07 જુલાઈ, 2024

બાલાપરમાં 1.16 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

ભુજ, તા. 3 : લખપત તાલુકાના બાલાપરમાં અંગ્રેજી પ્રકારના દારૂની 360 બોટલ કિં. રૂા. 1,04,400 તથા 120 બિયરના ટીન કિ. રૂા. 12,000 મળી કુલ રૂા. 1,16,400નો મુદ્દામાલ નારાયણ સરોવર પોલીસે કબજે કર્યો હતો. જો કે, આરોપી ભગીરથસિંહ ચનુભા સોઢા હાજર મળી આવ્યો નહોતો. પોલીસે આપેલી માહિતી મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બાલાપરમાં આરોપી ભગીરથસિંહના કબજાના મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, અગાઉથી ગુનાહિત ઈતિહાસ ધરાવતો આરોપી હાજર મળ્યો નહોતો. પોલીસે તેને પકડવા સહિતની તપાસ હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang