• રવિવાર, 07 જુલાઈ, 2024

સહકારથી સમૃદ્ધિમાં જિલ્લાની મધ્યસ્થ બેંક મહત્ત્વનું પાસું

ભુજ, તા. 3 : સહકારી ક્ષેત્રે સૌથી મોટી ગણાતી જિલ્લાની મધ્યસ્થ સહકારી બેંકના વર્તમાન ચેરમેનની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં યોજાયેલી ચૂંટણીમાં સતત પાંચમી વખત દેવરાજ ગઢવીની બિનહરીફ વરણી થતાં સમર્થકો, કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો, તો વાઈસ ચેરમેન પદે પણ ફતેહગઢના અંબાવી વાવિયા પણ બીજી ટર્મમાં ચૂંટાયા હતા. આજે કે.ડી.સી.સી. બેંકના સભાખંડ ખાતે નાયબ કલેક્ટર .બી. જાદવના અધ્યક્ષસ્થાને હાથ ધરાયેલી ચૂંટણી પ્રક્રિયામાં જિલ્લા રજિસ્ટ્રાર સહિત 15 ડાયરેક્ટર ધરાવતી બેંકના વર્તમાન ચેરમેન દેવરાજ ગઢવી, વાઇસ ચેરમેન અંબાવીભાઈ વાવિયા, વલમજીભાઈ હુંબલ, હરિભાઈ જાટિયા, ઇન્દ્રજિતસિંહ જાડેજા, જયસુખભાઈ પટેલ, મનુભા જાડેજા, મહેન્દ્રાસિંહ જાડેજા, નરેન્દ્રાસિંહ જાડેજા, નારાણભાઇ ઢીલા, ભાઈલાલભાઈ પટેલ, કુલદીપાસિંહ જાડેજા અને વેરસલજી તુંવર સહિત કુલ 13 ડાયરેક્ટર હાજર રહ્યા હતા તેમજ નિરીક્ષક તરીકે ભાજપ પક્ષના મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીના નિયત સમયે નાયબ કલેક્ટરે ઉપસ્થિત સભ્યોને ઉમેદવારી ફોર્મ ભરવા 10 મિનિટનો સમય આપ્યો હતો, પરંતુ સમય દરમ્યાન કોઈ ઉમેદવારી ફોર્મ ભરાતાં ડાયરેક્ટર નરેન્દ્રાસિંહ જાડેજાએ વર્તમાન ચેરમેનની દરખાસ્ત મૂકી હતી, જેને વલમજી હુંબલે ટેકો આપતાં સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી, તેવી રીતે વાઇસ ચેરમેનની દરખાસ્ત ઇન્દ્રજિતાસિંહે મૂકી હતી, જેને મનુભાએ ટેકો જાહેર કર્યો હતો. 2013થી સતત પાંચમી વખત ચેરમેન બનેલા અને `ડાડા'ના હુલામણા નામથી જાણીતા દેવરાજભાઈએ તેમની વરણી બદલ કચ્છ અને પ્રદેશ ભાજપનો આભાર વ્યક્ત કરી આગામી સમયમાં બેંકની ખેડૂતલક્ષી કામગીરી, ગ્રાહકો, થાપણદારોની સંતોષકારક સેવા, બેંક દ્વારા સહકારી મંડળીઓને અપાયેલી માઈક્રો .ટી.એમ.ની સુવિધા, મોબાઈલ બેંકિગ, દુર્ગમ વિસ્તારોમાં બેંકની નવી શાખા ખોલવા સહિતની વિગતો આપી સહકારથી સમૃદ્ધિમાં જિલ્લા બેંક મહત્ત્વનું પાસું હોવાનું જણાવ્યું હતું. જો કે, શ્રી ગઢવીની પુન: વરણી થતાં ચેરમેન પદ માટે ચાલતી આંતરિક ખેંચતાણથી નવાજૂની થવાના મુદ્દાનો છેદ ઊડી ગયો હતો. બિનહરીફ વરણી બાદ સાંસદ વિનોદ ચાવડા, તમામ ધારાસભ્યો, પક્ષના જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સહિતના હોદ્દેદારો, કાર્યકરો તેમજ બેંકના સમગ્ર સ્ટાફે દેવરાજભાઈને શુભેચ્છઓ આપી હતી. પ્રસંગે પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, પ્રવીણાસિંહ વાઢેર, જયંત ઠક્કર, બાલકૃષ્ણ મોતા, સુધરાઈ કારોબારી ચેરમેન મહીદીપાસિંહ જાડેજા, દેવદત્ત ગઢવી, હર્ષદ ઠક્કર (હકી) સહિતના પક્ષના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang