• બુધવાર, 15 મે, 2024

ડીઆરડીઓના બુલેટપ્રૂફ જેકેટ

સંરક્ષણ ક્ષેત્રે ભારત દિવસોદિવસ મજબૂતી વધારી રહ્યો છે.એક તરફ સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા અને સંશોધનના મામલે પણ વધુ ને વધુ સફળતા મળતી થઇ છે. સંદર્ભમાં દેશના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા સાવ હળવા બુલેટપ્રૂફ જેકેટ વિકસાવીને પોતાની સફળતાની યાદીમાં એક નોંધપાત્ર ઉમેરો કર્યો છે.પોલીમર બેકિંગ અને મોનોલિથિક સિરામિક પ્લેટના ઉપયોગ સાથે ડીઆરડીઓએ વિકસાવેલા નવા બુલેટપ્રૂફ જેકેટના પરીક્ષણમાં સ્નાઇપર રાઈફલની ગોળી પણ તેને ભેદી શકી હતી. જેકેટથી જવાનોને હાથગોળા જેવા જોખમી હુમલાથી પણ રક્ષણ મળી શકશે.સ્વાભાવિક છે કે, નવતર જેકેટથી જવાનોમાં સલામતીની ભાવના વધુ મજબૂત થવાથી તેમનું મનોબળ વધશે. સાથોસાથ નવતર સંશોધનની મદદથી સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતામાં પણ વધારો થઇ શકશે. લશ્કરી વડા જનરલ મનોજ પાંડેએ પણ આધુનિક બુલેટપ્રૂફ જેકેટની શોધ બદલ ડીઆરડીઓને અભિનંદન આપ્યાં છે.  ડીઆરડીઓ સંરક્ષણ ક્ષેત્રે નવાં-નવાં સંશોધનો માટે સતત અગ્રેસર રહે છે. અગાઉ સંસ્થાન દ્વારા લશ્કરની ત્રણે પાંખ માટે વિવિધ શસ્ત્રો, બખતરિયાં વાહનો, ઇલેક્ટ્રોનિક્સ સાધનો સહિતના સરંજામને વધુ આધુનિક બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવવામાં આવી છે. 1983માં ભારતે પોતાની મિસાઇલ સિસ્ટમને વિકસાવવાનું શરૂ કર્યું, ત્યારે વિશ્વના શક્તિશાળી દેશોએ ડીઆરડીઓ સહિતની સંસ્થાઓ પર પ્રતિબંધ લાદ્યા હતા, પણ પ્રતિબંધોની પરવા કર્યા વગર દેશે ઘરઆંગણે શક્તિશાળી અને સચોટ મિસાઇલોની શ્રંyખલા ઊભી કરી દીધી છે. આમાં ડીઆરડીઓનું મહત્ત્વનું યોગદાન રહ્યંy છે. ડીઆરડીઓએ દિવ્યચક્ષુ નામના એક રડારને વિકસિત કર્યું છે. 20થી 30 સેમી જાડી દીવાલની પાછળ રહેલી કોઇપણ વસ્તુની સચોટ તસવીર ખેંચી શકતાં રડારથી સલામતી દળોને તેમના ઓપરેશનમાં ભારે મદદ મળે છે.  સાથોસાથ સલામતી દળો માટે મિર્ચી બોંબ તરીકે ઓળખાતા પ્લાસ્ટિકના હેન્ડગ્રેનેડ પણ વિકસાવાયા છે.  હાથબોંબ જીવલેણ નથી, પણ તેમાં દુનિયાના સૌથી તીખા મરચાંનો ભૂકો ભરવામાં આવે છે. બોંબ આતંકીઓ ઉપર ફેંકાય છે, ત્યારે મરચાંની અસર તળે તેમને આત્મસમર્પણ કરવાની ફરજ પડતી હોય છે. ભારતે તેના સંરક્ષણ ક્ષેત્રના નવતર સંશોધનોને વ્યાપક ઉપયોગ અને ઉત્પાદનના સ્તરે પહોંચાડવા માટે પણ પૂરતી વ્યવસ્થા ઊભી કરવા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આશા રાખી શકાય કે, નવા બુલેટપ્રૂફ જેકેટ પરીક્ષણની કસોટીમાંથી સફળ રહ્યા બાદ હવે જલ્દીથી જવાનોના ઉપયોગ માટે મોટાપાયે ઉત્પાદનમાં પહોંચે. આમ થાય તો ડીઆરીડીઓની સફળતા અને મહેનત લેખે લાગ્યા ગણી શકાય.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang