• શનિવાર, 27 જુલાઈ, 2024

વરસાદ-આંધીએ રાજ્યમાં સાતનો જીવ લીધો

અમદાવાદ, તા. 14 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગઇકાલે આવેલા વરસાદ અને આંધીના તોફાનમાં રાજ્યમાં સાત વ્યક્તિએ જીવ ખોયો હતો. જેમાં ચાર વ્યક્તિનાં વીજળી પડવાથી ઝાડ પડવાથી બે અને એક વ્યક્તિનું પતરું ઊડવાથી મોત નીપજ્યાં હતાં. રાજ્ય સરકાર દ્વારા તમામ સાત મૃતકને એસડીઆરએફ અંતર્ગત રૂા. ચાર લાખની સહાય ચૂકવવાના આદેશ આપવામાં આવ્યા છે.  હવામાન વિભાગ દ્વારા   17મે સુધી કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે  સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. તદુપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, ભાવનગરમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની સંભાવના છે. 16 મેના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવા વરસાદની સંભાવના છે.  આજે બપોરે બે વાગ્યા સુધી સૌથી વધુ સાગબારા તાલુકામાં 13 એમએમ વરસાદ પડયો હતો. છોટાઉદેપુર અને ક્વાંટમાં 5ાંચ-5ાંચ એમએમ વરસાદ ખાબક્યો હતો. દાહોદમાં ત્રણ એમએમ વરસાદ પડયો હતો. ઈડર, ઝાલોદ અને ગરબાડામાં એક-એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.વીજળી પડવાથી નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં ત્રણ, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળીની એક વ્યક્તિનો સમાવેશ થાય છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ અને દાહોદ જિલ્લાના સીંગરવા ગામે ઝાડ પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ નોંધાયું છે. રીતે સાબરકાંઠાના હિંમતનગરમાં પતરું ઊડવાથી થયેલી ઇજાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ઝાડ પડવાથી થયેલાં મૃત્યુમાં ગાંધીનગર જિલ્લાના દહેગામના સોલંકી છનાજી કચરાજી, સુરેન્દ્રનગરના મુળીમાં વીજળી પડવાથી ચંદ્રિકાબેન કાળુભાઇ ઉદેસા, દાહોદના સીંગવડ તાલુકાના ડામોર રવીન્દ્ર ભરતભાઇનું ઝાડ પડવાથી, સાબરકાંઠાના હિંમતનગરમાં બલીબેન નાયકનું પતરું ઊડીને પડવાથી તેમજ નર્મદાના દેડિયાપાડામાં વીજળી પડવાથી દિલશાન વસાવા, નૈતિક વસાવા, ભૂપેન્દ્ર વસાવાનાં મોત નીપજ્યાં હતાં. આમ વીજળી પડવાથી ચાર, ઝાડ પડવાથી બે અને પતરું ઊડીને પડતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. સિવાય 107 પશુનાં મોત નીપજ્યાં હતાં. તદુપરાંત ગઇકાલે આવેલા વરસાદ અને આંધીને લઇને 833 ગામમાં વીજળીનો પુરવઠો બંધ થઇ ગયો હતો. જેમાંથી 613 ગામમાં સવાર સુધીમાં વીજ પુરવઠો રિસ્ટોર કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીના ગામોમાં બપોર સુધીમાં વીજ પુરવઠો પુન: સ્થાપિત થયો હતો.  પ્રાપ્ત માહિતી અનુસાર કુલ 4224 ગામમાં 11 ટાઉનમાં વીજળી ડૂલ થઇ હતા ત્યાં બધે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang