• બુધવાર, 22 મે, 2024

લોહાણા જ્ઞાતિની બોક્સ ક્રિકેટ સ્પર્ધામાં કચ્છની 125 ટીમે ભાગ લીધો

ભુજ, તા 12 : ભુજ લોહાણા મહાજનના સાંનિધ્યમાં વાગડ રઘુવંશી પરિવાર ભુજ તાલુકા સંચાલિત વાગડ રઘુવંશી પરિવાર યુવા સંગઠન દ્વારા નીરવ માણેક મેમોરિયલ કપ-2024 અંડરઆર્મ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. લોહાણા જ્ઞાતિના બાળકો, મહિલાઓ તેમજ યુવાનો માટે ભુજની લોહાણા મહાજન વાડી-રસિક કતિરા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સ્પર્ધામાં 125 ટીમે ભાગ લીધો હતો, જેમાં ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશ ચંદે, અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજનના પ્રમુખ પ્રવીણ ચંદે, કચ્છ લોહાણા મહાજનના પ્રમુખ સુરેશ ઠક્કર, રઘુવંશી સોશિયલ ગ્રુપ કચ્છના પ્રમુખ જયેશ સચદે, વાગડ રઘુવંશી પરિવાર ભુજ તાલુકાના ઉપપ્રમુખો હિતેશ મજીઠિયા, નીતિન ભીંડે, વાગડ રઘુવંશી પરિવાર મહિલા મંડળના પ્રમુખ દીપુબેન મીરાણી, મુખ્યદાતા જયસુખ માણેક, ભુજ મહાજનના મંત્રી હિતેશ ઠક્કર, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર, લોહાણા મહિલાશ્રમના પ્રમુખ  હર્ષદ ઠક્કર તથા વિવિધ લોહાણા મહાજનના પ્રમુખો તેમજ સામાજિક અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. 5થી 10 વર્ષના બાળકોમાં મા આશાપુરા સ્ટ્રાઇકર્સ, 11થી 15 વર્ષની બાલિકાઓમાં જલિયાણ સ્ટ્રાઇકર્સ, 11થી 15 વર્ષના બાળકોમાં રઘુવંશી નાઇટ રાઇડર્સ, મહિલાઓમાં રઘુવંશી સ્ટ્રાઇકર્સ, યુવાનોમાં પ્રાર્થના સિક્સર્સ ચેમ્પિયન બની હતી. ટૂર્નામેન્ટ માં મુખ્યદાતા શંકરલાલ માણેક પરિવાર રહ્યા હતા તેમજ વાગડ રઘુવંશી પરિવારના દાતાઓનો સહયોગ રહ્યો હતો તથા દાતાઓને સન્માનિત કરાયા હતા. ટૂર્ના.માં યુવા સંગઠનના પ્રમુખ સાવન પૂજારા, પ્રોજેક્ટ ચેરમેન નરેન મીરાણી, ઉપપ્રમુખો કેતન પૂજારા, હિમાંશુ ચંદે, મંત્રી હાર્દિક ચંદે, સહમંત્રી સંજય ઘટ્ટા, ખજાનચી ભાવેશ ઉદેચા, સહખજાનચી અજય સોનઘેલા, સંગઠનમંત્રી ધવલ મીરાણી તેમજ સમગ્ર યુવા ટીમે જહેમત ઊઠાવી હતી. સંચાલન મંત્રી હાર્દિક ચંદે તથા સંગઠનમંત્રી ધવલ મીરાણીએ કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang