• બુધવાર, 22 મે, 2024

આંતર જિલ્લા અન્ડર-19 ટૂર્ના. : કચ્છના ઝડપી બોલરે મચાવ્યો તરખાટ

ભુજ, તા. 12 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજીત આંતર જિલ્લા અન્ડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં કચ્છ ક્રિકેટ એસોસિએશન ભુજના બોલર વિષ્ણુ ભટ્ટ અને કૈલાસ પીંડોરિયાનો ઉત્કૃષ્ટ દેખાવ થકી ટીમએ જીત નોંધાવી. ખાસ કરીને વિષ્ણુએ ગીર સોમનાથ?સામેની મેચમાં માત્ર 15 રનમાં 9 વિકેટ ખેરવીને તરખાટ મચાવ્યો હતો. જામનગર ખાતે રમાયેલી પ્રથમ મેચમાં કૈલાસ પીંડોરિયાએ પોરબંદર જિલ્લા સામે 10 ઓવરમાં 2 મેઇડન ઓવર સાથે માત્ર 26 રન આપીને 4 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. જામનગર ખાતે રમાયેલી બીજી મેચમાં ઝડપી બોલર વિષ્ણુ ભટ્ટે ગીર સોમનાથ?જિલ્લાની ટીમ સામે રેકોર્ડ બનાવતી બોલિંગ કરી 9.2 ઓવરમાં 3 મેઇડન સાથે માત્ર 15 રન આપી 9 વિકેટ લેતા ગીર સોમનાથની ટીમ માત્ર 28 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. કચ્છ ભુજની ટીમની જીત થઇ હતી. બંને ખેલાડીઓને કચ્છ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, મંત્રી અતુલ મહેતા અને સહમંત્રી પ્રવીણ હીરાણી તેમજ સિલેક્ટરો અશોક મહેતા, ગિરીશ ઝવેરી, મહિપતસિંહ રાઠોડ, નવલસિંહ જાડેજાએ અભિનંદન પાઠવ્યા હતા. ટીમ કોચ યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીત નોંધાવી અને આગળના નોકઆઉટ રાઉન્ડ માટે ક્વોલિફાય થઇ રાજકોટ ખાતે આગામી મેચ રમશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang