• બુધવાર, 22 મે, 2024

અંજારમાં જાહેરમાં આંકડો લેનાર શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 14 : અંજારના ગંગા નાકા નજીક જાહેરમાં આંકડો રમનારા એક શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી રોકડ રૂા. 1240 જપ્ત કર્યા હતા. અંજારના ગંગા નાકા સર્કલ નજીક રિક્ષા સ્ટેન્ડ પાસે વિક્રમ દિલીપ ભીંડે (ઠક્કર) નામનો શખ્સ જાહેરમાં લોકો પાસેથી આંકડો લઇ રહ્યો હતો તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને શખ્સને પકડી પાડયો હતો. તેની પાસેથી રોકડ રૂા. 1240 તથા પેન-ડાયરીનું પાનું વગેરે આંકડાનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું. શખ્સ ઉપર કોને આંકડા લખાવતો હતો તે બહાર આવ્યું નહોતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang