• શનિવાર, 27 જુલાઈ, 2024

રમતનાં માધ્યમથી માતાજીનાં મંદિરનું જીર્ણોદ્ધાર કાર્ય

કોટડા (.), તા. 14 : માતાજીના મઢના નવીનીકરણ, પુન:નિર્માણ અને વિકાસ માટે અખિલ કચ્છ રબારી યુવા સંઘે ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજીને સમાજના દાતાઓ પાસેથી દાન મેળવ્યું હતું. માલધારી સમાજના યુવાનોની ધાર્મિક કાર્યો માટે દાન એકઠું કરવાની સોનેરી પહેલ બિરદાવવામાં આવી હતી. ભોપાવાંઢ, જ્યાં મુઠ્ઠીઊંચેરા રબારી સમાજ ભોપાને આદર આપે છે. ભોપાવાંઢ ગામે વાંકોલ માતાજી (મઢ)ના જીર્ણોદ્ધાર માટે અહીંના યુવાનોએ અખિલ કચ્છ રબારી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું. મેચના ઉદ્ઘાટન પ્રસંગે ચંદુમા, જેસા ભોપા સહિતના ભોપાઓ હાજર રહ્યા હતા. ટૂર્નામેન્ટને સણોસરાના શંભુભાઇ જગમાલ રબારીએ રૂા. 25 હજારનું દાન આપ્યું હતું. ટૂર્નામેન્ટે સમાજમાં ભારે રસ જગાવ્યો હતો. વાંકલ વોરિયર્સ પ્રથમ તેમજ કિશન ચેલેન્જર રનર્સઅપ બની હતી. મેન ઓફ સિરીઝ વિનોદ, બેસ્ટ બોલર ભરત, બેસ્ટ બેટ્સમેન રામને ઇનામો અપાયા હતા. માતાજીના મંદિર જીર્ણોદ્ધાર માટે યોજાયેલી ટૂર્નામેન્ટના અવસરે સ્વ. પચાણ સોમા ભોપા, સ્વ. વરજુબેન પચાણ ભોપાના સ્મરણાર્થે રૂા. એક લાખ અગિયાર હજારનું દાન સ્વ. જગમાલભાઇ ખેંગાર રબારી પરિવારે આપ્યું હતું. કાર્યક્રમનું આયોજન વાંકોલ માતાજી મંદિરના ભોપા જેસાભાઇ તેમજ યુવક મંડળે સંભાળ્યું હતું. ટૂર્નામેન્ટમાં થયેલી આવક માતાજીનાં મંદિરના જીર્ણોદ્ધારમાં અર્પણ?કરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang