• શનિવાર, 27 જુલાઈ, 2024

ધોળાવરના નૂરમામદની આંખનું વિક્ષેપિત નૂર પરત મળ્યું

ભુજ, તા. 14 : જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં આંખ વિભાગ દ્વારા યુવાનની આંખમાં દુ:ખાવો અને એકાએક તેની જ્યોતિ જતી રહેતાં સારવાર મારફતે પુન: દૃષ્ટિ આપી હતી. હોસ્પિટલના આંખ વિભાગના નિષ્ણાત ડો. અતુલ મોડેસરાએ કહ્યું કે, ધોળાવર ગામના 35 વર્ષીય નૂરમામદની આંખની રોશની જતી રહેતાં સારવાર માટે આવતાં તેનું એમ.આર.આઇ. થયું, ત્યારે ઓપ્ટિક નર્વ (આંખની નસમાં સોજો) હોવાનું નિદાન થયું. દર્દી સારવાર લેવા સહમત થવાથી નૂરમામદનું ખોવાયેલું નૂર તેને પરત મળી ગયું હતું. દર્દીને 10 દિવસથી ક્ષતિ થઇ હતી. આંખ વિભાગના તબીબ ડો. નૌરીન મેમણે કહ્યું કે, રોગમાં આંખને ચેપ લાગવો, સ્વયં પ્રતિરક્ષા પ્રણાલી વિક્ષેપિત થવી, વિટામિનની ખામી જેવી અનેક બાબતોથી પણ આવું થતું હોય છે, પરંતુ જવાબદાર પરિબળો ઉપર અસર કરતી દવા આપી સારવાર કરાવવાથી રાહત મળે છે. સારવારમાં ડો. ધ્રુવી, ડો. ચિંતન અને ડો. વૃંદા જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang