• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

દિલ્હી-લખનઉ વચ્ચે આજે `કરો યા મરો'નો જંગ

નવી દિલ્હી, તા.13 : પ્લેઓફમાં પહોંચવા માટે મંગળવારની મેચમાં દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટસ આમને-સામને હશે ત્યારે બન્ને ટીમ વચ્ચે કરો યા મરોનો જંગ ખેલાશે. દિલ્હી કેપિટલ્સની પ્લેઓફની રાહ ઘણી કઠિન છે કારણ કે તેનો આખરી લીગ મેચ છે. તેના ખાતામાં 13 મેચમાં 6 જીતથી 12 અંક છે. લખનઉ સામેની જીતથી તેના 14 અંક થશે. પછી દિલ્હીએ બીજી ટીમના મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. જયારે લખનઉના 12 મેચમાં 6 જીતથી 12 પોઇન્ટ છે. તેની પાસે બે મેચ રમવાનો મોકો છે. જે બન્નેમાં જીતથી તેના પોઇન્ટનો સરવાળો 16 પોઇન્ટે પહોંચે. પછી તેના માટે પણ નોકઆઉટ એન્ટ્રી બીજી ટીમનો પરિણામ પર નિર્ભર રહેશે. બન્ને ટીમને તેમની છેલ્લી મેચોમાં હાર મળી છે અને ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહી છે. લખનઉ સુપર જાયન્ટસને સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધ 10 વિકેટે શરમજનક હાર મળી હતી. પછી ટીમના કેપ્ટન કેએલ રાહુલને જાહેરમાં માલિક સંજીવ ગોયન્કા તરફથી ઠપકો મળ્યો હતો. તે લખનઉ ટીમ સાથે છેડો ફાડશે તેવા રિપોર્ટ છે. તે અંતિમ બે મેચમાં કપ્તાનીની જવાબદારી સંભાળી લેશે. તે આખરી બે મેચમાં બેટથી શાનદાર દેખાવ કરી જવાબ આપવા માંગશે. રાહુલ ટી-20 વર્લ્ડ કપની ટીમમાં પણ પસંદ થયો નથી. કપ્તાન રાહુલ ઉપરાંત ડિ'કોકનું ખરાબ ફોર્મ એલએસજીને ભારે પડી રહ્યંy છે. લખનઉની બોલિંગ પણ સીઝનમાં સારી રહી નથી. બીજી તરફ દિલ્હી કેપિટલ્સ વર્તમાન સીઝનમાં ચાર વખત 200 ઉપરનો સ્કોર કરવામાં સફળ રહી છે. તે આખરી મેચમાં હોમ ગ્રાઉન્ડમાં જીત સાથે સીઝનનો અંત કરવા માંગશે. ટીમનો સૌથી પ્રભાવશાળી બેટર જેક ફ્રેઝર મેકગર્ગ છે. તે 7 મેચમાં 237.41ની સ્ટ્રાઇક રેટથી 330 રન કરી ચૂક્યો છે. કપ્તાન ઋષભ પંતે 16.43ની સ્ટ્રાઈક રેટથી 413, ટ્રિસ્ટન સ્ટબ્સે 18.4ની સ્ટ્રાઇક રેટથી 321 રન અને અભિષેક પોરલે 16.39ની સ્ટ્રાઇક રેટથી 269 રન કર્યાં છે. છેલ્લી મેચમાં ઈનચાર્જ કેપ્ટન અક્ષર પટેલના શાનદાર ઓલરાઉન્ડ દેખાવ છતાં દિલ્હીને આરસીબી સામે હાર મળી હતી. બોલિંગમાં અક્ષર (10) અને કુલદિપ (1) મળીને 2 વિકેટ લીધી છે. લખનઉ સામે સ્પિન જોડી અને ફ્રેઝર-પંતની બેટિંગ દિલ્હી માટે મહત્ત્વની બની રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang