• બુધવાર, 22 મે, 2024

ભુજમાં યુવાનનો ગળે ફાંસો ખાઇ આપઘાત

ભુજ, તા. 14 : શહેરના ભીડ નાકા બહાર સરવા મંડપમાં 32 વર્ષીય યુવાન ચમનભાઇ અરવિંદભાઇ ચૌહાણે આજે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. અંગે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ આજે સાંજે 4.30 વાગ્યાના અરસામાં સરવા મંડપ ખાતે રહેતો 32 વર્ષીય યુવાન ચમનભાઇ અરવિંદભાઇ ચૌહાણે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે આડીમાં સાડી બાંધીને ગળેફાંસો ખાઇ લીધો હતો. તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang