• બુધવાર, 22 મે, 2024

નાના અંગિયા હાઇવે ફાટક પાસે દાતા નિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું

વિથોણ (તા. નખત્રાણા), તા. 14 : નાના અંગિયા હાઇવે ફાટક પાસે દાતાઓ નિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું હતું. નાના અંગિયાના પારસીયા પરિવારના પુત્રોએ સ્વ. જામબાઇ પુંજાભાઇ ધનજીભાઇ પારસીયા, સ્વ. હંશરાજભાઇ પુજા, હિરજીભાઇ પુજા, સ્વ. પાનબાઇ, હરજીભાઇ, ધનજી પારસીયા, કરશનભાઇ, ગોવિંદભાઇ હરજીભાઇ પારસીયા દ્વારા પિતૃઓના સ્મરણાર્થે પ્રવેશદ્વાર બનાવી ગામને અર્પણ કરાયું હતું. પ્રવેશદ્વારને પારસીયા પરિવારની દીકરીઓના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યું હતું. ત્યારે પારસીયા પરિવારના વડીલો નાના અંગિયા ગામના પૂર્વ પ્રમુખ છગનભાઇ પારસીયા, હંશરાજભાઇ, પ્રફુલભાઇ વિ. ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશદ્વાર લોકાર્પણ પછી નાના અંગિયા હાઇવેથી જોડાઇ ગયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang