• શનિવાર, 27 જુલાઈ, 2024

હજારો ભારતીય છાત્રોને ઝટકો આપશે બ્રિટન

નવી દિલ્હી, તા.14 : બ્રિટન સરકાર ભારતી વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપવા જઈ રહી છે. મીડિયા અહેવાલ અનુસાર, ઋષિ સુનકની સરકાર માઈગ્રેશન એડવાઈઝરી કમિટીએ ગ્રેજ્યુએટ વિઝા રુટને લઈને એક એવો રિપોર્ટ બનાવ્યો છે, જે બ્રિટનમાં વસતા 25 લાખ ભારતીય વોટરને નારાજ કરી શકે છે. ગ્રેજ્યુએટ વિઝા રુટ બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુનિક કેબિનેટમાં તે અંગે પ્રસ્તાવ મૂકવામાં આવશે. રિપોર્ટ અનુસાર, જો યોજનાની જોગવાઈ લાગુ થશે તો દર વર્ષે અંદાજે 91 હજાર ભારતીય વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ રુટથી વિઝા નહીં મળી શકે. હાલ દર વર્ષે અંદાજે 1 લાખ 30 હજાર ભારતીય વિદ્યાર્થીઓને માધ્યમથી એન્ટ્રી મળે છે. ઘટાડા બાદ માત્ર 39 હજાર વિદ્યાર્થીઓને એન્ટ્રી મળી શકશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં શરૂ થયેલા ગ્રેજ્યુએશ વિઝા રુટથી ભારતીય અને અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કર્યાના બે વર્ષ સુધી બ્રિટનમાં રહેવા અને નોકરી કરવાની પરવાનગી મળે છે. બ્રિટનના ગૃહમંત્રી જેમ્સ ક્લૈવરલીનું કહેવું છે કે, જોવામાં આવ્યું છે કે, વિઝાનો ઉપયોગ વિદ્યાર્થીઓ ઈમિગ્રેશન માટે કરે છે. ત્રણ વર્ષ પહેલા 6 લાખ વિદ્યાર્થીઓને તેના થકી એન્ટ્રી મળી હતી. સરકારના યોજનાથી આગામી વર્ષે આવી રહેલા ચૂંટણી પર પણ મોટી અસર પડશે. વિપક્ષની લેબર પાર્ટીના અધ્યક્ષ કીથ સ્ટ્રેમરનું કહેવું છે કે, સરકારના નિર્ણયથી બ્રિટનમાં રહેતા 25 લાખ ભારતીય વોટર કારણે નારાજ થઈ શકે છે. વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન વિઝા મળવાથી તેમનો ઈમિગ્રેશનનો દાવો મજબૂત થાય છે. કારણ કે અભ્યાસના બે વર્ષ સુધી સ્ટેની છુટ મળવાથી વિદ્યાર્થીઓ સ્કીલ્ડ વર્કરની કેટેગરીમાં આવી જાય છે. ભારતીય વિદ્યાર્થીમાં લગભગલ 80 ટકા લોકો અહીં મેડિકલ, એન્જિનિયારિંગ અથવા લોના અભ્યાસ માટે આવે છે. અભ્યાસ બાદ તેમને એક્સટેન્ડેન્ટ સ્ટે દરમિયાન સ્કીલ્ડ વર્કરની સેલેરી મળે છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang