• બુધવાર, 22 મે, 2024

ગંગા મારી માતા : કાશીથી મોદીનું ત્રીજીવાર નામાંકન

વારાણસી, તા. 14 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગંગાપૂજા-આરતી, ક્રૂઝની સવારી અને કાલભૈરવનાં દર્શન બાદ પુષ્ય નક્ષત્રમાં ત્રીજીવાર વારાણસી લોકસભા બેઠકથી ઉમેદવારી નોંધાવી હતી. પ્રસંગે શક્તિ પ્રદર્શન રૂપે તેમની સાથે અમુક કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ પણ જોડાયા હતા. દરમિયાન તેમની સાથે ચાર પ્રસ્તાવક ગણેશ્વર શાત્રી, બૈજનાથ પટેલ, લાલચંદ કુશવાહા અને સંજય સોનકર હાજર રહ્યા હતા. નામાંકન વખતે કલેક્ટર કચેરીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી પણ રૂમમાં હાજર હતા તથા સ્થળે અમિત શાહ, રાજનાથસિંહ, જે. પી. નડ્ડા, હરદીપસિંહ પુરી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ, ટીડીપી વડા ચંદ્રાબાબુ નાયડુ વગેરે ઉપસ્થિરત રહ્યા હતા. વારાણસીમાં સાતમા તબક્કામાં એક જૂને મતદાન થવાનું છે. નામાંકન માટે પહોંચ્યા બાદ તેમણે કલેક્ટર એસ. રાજલિંગમને બન્ને હાથ જોડી નમસ્કાર કર્યા અને ઊભા રહ્યા હતા. કલેક્ટરે બેસવાનું કહેતાં બેઠા હતા. બાજુમાં જયોતિષાચાર્ય બેઠા હતા. લોકસભાના ચૂંટણી જંગમાં પાનાંનું ફોર્મ બે- ( ભાગમાં ઉમેદવાર અંગેની તમામ માહિતી હોય છે) ભર્યા બાદ વડાપ્રધાન મોદી રુદ્રાક્ષ સેન્ટર પહોંચ્યા અને કાર્યકરોને સંબોધન કર્યું હતું. મોદીએ દશાશ્વમેઘ ઘાટ ખાતે ગંગાપૂજન કર્યું હતું. ઉમેદવારીપત્ર ભર્યા બાદ રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે પક્ષના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોને સંબોધ્યા હતા. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા `એક્સ' પર લખ્યું કે, કાશી સાથે મારો સંબંધ અનોખો, અભિન્ન અને અતુલનીય છે. હું કહી શકુ છું કે, તેને શબ્દોમાં વર્ણવી શકાય. નામાંકન દાખલ કરતા પહેલાં તેઓ માતા હીરાબાને યાદ કરીને ભાવુક થયા અને કહ્યંy કે, માતાનાં નિધન બાદ ગંગા માતા મારી મા છે, તેમણે મને દત્તક લઈ લીધો છે. વારાણસી સાથે મારો એવો નાતો છે કે હવે હું બનારસિયો થઈ ગયો છું. રામમંદિર અંગે કહ્યંy કે, તે ચૂંટણીનો મુદ્દો નથી આસ્થાનો વિષય છે. 400 પાર ચૂંટણીનો નારો નથી લોકોનો સંકલ્પ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang