• બુધવાર, 22 મે, 2024

પીએમ મોદી પાસે 3.02 કરોડની સંપત્તિ

નવી દિલ્હી, તા. 14 : પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી હતી. એફિડેવિટ મુજબ તેમની પાસે તો કોઇ ઘર છે, જમીન કે કાર, 2019માં તેમની પાસે ગાંધીનગરમાં 1.10 કરોડ રૂપિયાની મિલકત જે દાનમાં આપી હોવાથી વખતે એનો કોઇ ઉલ્લેખ નથી, તેમણે 15 વર્ષથી એક પણ જ્વેલરી ખરીદી નથી. છેલ્લાં 17 વર્ષમાં મોદીની ચલ સંપત્તિ 23 ગણી વધી છે. મોદી પાસે 52,920 રૂપિયા રોકડા છે, તેમણે કુલ રૂા. 3.02 કરોડની સંપત્તિ જાહેર કરી છે. પાંચ વર્ષમાં સંપત્તિમાં 87 લાખ રૂપિયાનો વધારો થયો છે. વારાણસીથી તેમની પ્રથમ ચૂંટણી (2014)માં વધીને 2.15 કરોડ રૂપિયા થઇ ગઇ. પીએમએ મોબાઇલ નંબર પણ જણાવ્યો છે. મોદીએ તેમનું સરનામું સી/1, સોમેશ્વર ટેનામેન્ટ્સ, રાણીપ, અમદાવાદ જણાવ્યું છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ઓક્ટોબર 2002માં જમીન ખરીદી હતી. એમાં ત્રણ ભાગીદાર હતા, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે પોતાનો હિસ્સો દાનમાં આપી દીધો, તેથી વખતે તેમની સ્થાવર સંપત્તિ શૂન્ય થઇ ગઇ છે. પીએમએ નાણાકીય વર્ષ 2023-24માં ત્રણ લાખ તેંત્રીસ હજાર એકસો ઓગણાએંસી રૂપિયાનો આવકવેરો ભર્યો છે. મોદી પાસે ચાર વીંટી છે. 2014 અને 2019માં પણ ચાર સોનાની વીંટી હતી, એનું વજન 45 ગ્રામ છે. 2019માં સોનાની કિંમત 1.13 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. કિંમત 5ાંચ વર્ષમાં વધી 2.67 લાખ થઇ ગઇ છે. પીએમએ બોન્ડ, શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં કોઇ રોકાણ કર્યું નથી. પોસ્ટ ઓફિસમાં 9.12 લાખ?રૂપિયા એન.એસ.સી. છે. 2019માં એન.એસ.સી. રૂા. 7.61 લાખ અને રૂા. 1.90 લાખનો જીવન વીમો હતો. જો કે, વખતે જીવન વીમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પીએમે જણાવ્યું હતું કે, તેમની આવકનો સ્રોત સરકાર તરફથી મળતો પગાર અને બેંકો પાસેથી મળતું વ્યાજ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang