• શનિવાર, 27 જુલાઈ, 2024

પૂર્વ કચ્છમાં ત્રણ બનાવમાં ત્રણ જીવન પૂર્ણ

ગાંધીધામ, તા. 14 : અંજાર તાલુકાના વરસાણામાં લાકડાના બેન્સામાં કામ કરનાર જમદિન હૈજાદઅલી શેખ?(.. 38) કામ કરતી વખતે વીજશોક લાગતાં તેનું મોત થયું હતું. બીજીબાજુ અંજારના વીડી ચાર રસ્તા નજીક ક્રિષ્નાનગરમાં રહેનાર ભાવેશ મનુ વાઘેલા (.. 21) ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું તેમજ ગાંધીધામમાં  માર્ગ ઓળંગતી વખતે?ટ્રકે હડફેટમાં લેતાં લાખા કાના રબારી (.. 36) પોતાનો જીવ ખોયો હતો. વરસાણા નજીક આવેલા ચૌધરી ટિમ્બર નજીક લાકડાના બેન્સામાં ગઇકાલે સાંજે અકસ્માત સર્જાયો હતો. બેન્સામાં કામ કરનાર મૂળ આસામનો જમદિન નામનો યુવાન ગઇકાલે કામ કરી રહ્યો હતો દરમ્યાન તેને વીજશોકનો?ઝટકો લાગતાં તે લાકડા કાપવાની મશીન પર પડયો હતો જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને આદિપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ?જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. વીજશોક લાગવાથી તેનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. વધુ એક અપમૃત્યુનો બનાવ અંજારના વીડી ચાર રસ્તા પાણીના ટાંકા પાસે ક્રિષ્નાનગરમાં બન્યો હતો. વિસ્તારમાં રહેનાર ભાવેશ વાઘેલા નામનો યુવાન ગઇકાલે પોતાના ઘરે હતો, દરમ્યાન, કોઇ?અગમ્ય કારણોસર તેણે ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો. યુવાને કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તે હજુ બહાર આવ્યું નથી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. ગાંધીધામમાં ભચાઉ બાજુથી આવતા ધોરીમાર્ગ ઉપર નૂરી મસ્જિદની સામે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. મુંદરા તાલુકાના કુકડસર ગામમાં રહેનાર લાખા રબારી નામનો યુવાન ગત તા. 24/4ના ગાંધીધામ આવ્યો હતો. કોઇ?કામ અર્થે આવેલો યુવાન સવારના ભાગે નૂરી મસ્જિદની સામે ધોરીમાર્ગ ઓળંગી રહ્યો હતો ત્યારે માર્ગ પર દોડતા ટ્રક નંબર જી.જે. 12 બી.ઝેડ. 3604 યુવાનને હડફેટે લેતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી જેમાં તેનું બનાવ સ્થળે મોત થયું હતું. બનાવ અંગે સવા ઉર્ફે પાબુ કાના રબારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang