• શનિવાર, 27 જુલાઈ, 2024

રોમાંચક જંગમાં દિલ્હીની 19 રને જીત

નવી દિલ્હી, તા. 14 : આજે અહીં ખેલાયેલા આઇપીએલના રોમાંચક ક્રિકેટ જંગમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 19 રને હરાવી 14 પોઇન્ટ સાથે પાંચમાં સ્થાને આવીને પ્લેઓફ માટેની આશા જીવંત રાખી છે. જ્યારે દિલ્હીની જીત સાથે રાજસ્થાન રોયલ પ્લેઓફમાં ક્વોલિફાય થઇ ગયું છે. બીજી તરફ લખનઉ 12 પોઇન્ટ સાથે સાતમાં સ્થાને પહોંચતા ક્વોલિફાઇ માટે આગામી મેચ જીતવી પડશે. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરીને 209નું આપેલું લક્ષ્ય લખનઉ 20 ઓવરમાં નવ વિકેટના ભોગે 189 સુધી સીમિત રહેતાં 19 રને દિલ્હીનો વિજય થયો હતો. મેન ઓફ મેચ દિલ્હીના ઇશાંત?શર્માએ ત્રણ?વિકેટ ખેરવી હતી. લખનઉના નિકોલસ પૂરને ચાર છગ્ગા સાથે 61 રન જ્યારે અર્શદ ખાને પાંચ છગ્ગા સાથે 58?(અણનમ) રન કર્યા હતા, જ્યારે અન્ય બેટધરો ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. અગાઉ પાવર પ્લેમાં અનકેપ્ડ ખેલાડી અભિષેક પોરેલની આતશી અર્ધસદી અને ડેથ ઓવર્સમાં ટ્રિસ્ટન સ્ટબ્સની વિસ્ફોટક અર્ધસદીની મદદથી લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધની મેચમાં દિલ્હી કેપિટલ્સે 20 ઓવરના અંતે 4 વિકેટે 208 રનનો સંગીન સ્કોર નોંધાવ્યો હતો. પોરેલે ઓપનિંગમાં આવીને 33 દડામાં ચોગ્ગા અને 4 છગ્ગાથી આકર્ષક 8 રન કર્યા હતા. જ્યારે સ્ટબ્સે આખરી ઓવરોમાં ફટકાબાજી કરીને ફકત 2 દડામાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાથી 7 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. દિલ્હીની આખરી લીગ મેચ છે અને લખનઉ સામે 209 રનનું વિજય લક્ષ્ય મૂકયું હતું. લખનઉના કપ્તાન કેએલ રાહુલે ટોસ જીતી ફાલ્ડિંગ પસંદ કરી હતી. પહેલી ઓવરમાં ફટકાબાજ જેક ફ્રેઝર શૂન્યમાં નવા બોલર અરશદ ખાનનો શિકાર બન્યો હતો. પછી પોરેલ અને શે હોપ વચ્ચે બીજી વિકેટમાં 92 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. હોપ 27 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી 38 રને આઉટ થયો હતો. કપ્તાન રિષભ પંતે ફરી એકવાર 23 દડામાં ચોગ્ગાથી 33 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. સ્ટબ્સના સાથમાં અક્ષર પટેલ 14 રને નોટઆઉટ રહ્યો હતો. બન્ને વચ્ચે પાંચમી વિકેટની અતૂટ ભાગીદારીમાં 22 દડામાં 0 રનનો ઝડપી ઉમેરો થયો હતો. લખનઉ તરફથી નવીન ઉલ હકને બે વિકેટ મળી હતી. અરશદ અને રવિએ 1-1 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang