• શનિવાર, 27 જુલાઈ, 2024

ગુજરાત ટાઇટન્સ પ્લેઓફની બહાર : વરસાદને લીધે મેચ રદ

અમદાવાદ તા.13 : કમોસમી વરસાદને લીધે આઇપીએલનો આજનો ગુજરાત ટાઇટન્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચેનો મેચ આખરે રદ કરવામાં આવ્યો હતો અને બન્ને ટીમને 1-1 પોઇન્ટ ફાળવી દેવામાં આવ્યા હતા. મેચ રદ થવાથી ગુજરાત ટાઇટન્સ ટીમને મોટું નુકસાન થયું હતું તે પ્લેઓફની બહાર થનારી ત્રીજી ટીમ બની છે. પહેલા મુંબઇ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ પ્લેઓફની બહાર થયા હતા. હવે ગુજરાત ટાઇટન્સની 13 મેચના અંતે 11 પોઇન્ટ સાથે આઇપીએલ-2024ની સફર સમાપ્ત થઇ છે. તેનો હવે એક લીગ મેચ બાકી રહે છે જે 16મીએ હૈદરાબાદ ખાતે સનરાઇઝર્સ વિરૂધ્ધ રમાશે. મેચ ગુજરાત ટાઇટન્સ માટે ઔપચારિક બની રહેશે. બીજી તરફ કોલકતા નાઇટ રાઇડર્સને મેચ રદ થવાની ફાયદો થયો છે. તેના હવે 13 મેચમાં 19 અંક થયા છે અને ટોચની બે ટીમમાં રહી તેનો પ્લેઓફ પ્રવેશ નિશ્ચિત બન્યો છે. આથી તેને ફાઇનલમાં પહોંચવા માટે બે મેચ રમવાની તક મળશે. તેનો આખરી લીગ મેચ 19મીએ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વરસાદને લીધે પાણી ભરાયા હતા. પિચની ઢાંકી દેવામાં આવી હતી. રાત્રે 10-40 પછી પણ વરસાદના છાંટા ચાલુ રહેતા અમ્પાયરે આખરે મેચ પડતો મુકાયાની જાહેરાત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang