• બુધવાર, 22 મે, 2024

ખોંભડીનાં બાળકોને મળી `કચ્છમિત્ર જુનિયર'ની ભેટ : દિવ્યાંગ વિકાસ ચેરિ. ટ્રસ્ટની વાંચનપ્રેમ જગાડતી ઉમદા પહેલ

ખોંભડી, તા. 14 : શ્રી દિવ્યાંગ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ, ખોંભડી (મોટી) દ્વારા 30 કચ્છમિત્ર જુનિયરનું લવાજમ ભરવામાં આવ્યું. ખોંભડી મોટી અને ખોંભડી નાની ગામનાં 30 જેટલા દરેક વિસ્તારના અને દરેક સમાજમાંથી પણ ભણતા વિદ્યાર્થીઓનાં લવાજમ ભરવામાં આવ્યાં હતાં. નવું જાણવા અને નવું શીખવા માટે બાળકો કચ્છમિત્ર જુનિયરથી સૌ અભિભૂત થયાં હતાં. પ્રાથમિક શાળાના આચાર્ય રામજીભાઈ વણકર અને સરકારી હાઈસ્કૂલના શિક્ષક વીરજીભાઈ સીજુએ શ્રી દિવ્યાંગ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતાસિંહ સોઢા, ઉપપ્રમુખ પરષોત્તમભાઈ રવાણી, સલાહકારો અશ્વિનભાઈ જોષી અને લહેરીકાંત ગરવાનો આભાર માન્યો હતો. તો સ્ટાફે સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. તો સંસ્થાએ ભવિષ્યના વાંચકોને બિરદાવ્યા હતા. કચ્છમિત્ર જુનિયરની 30 પ્રત ખોંભડી (મોટી) કુમારશાળા, ખોંભડી (મોટી) કન્યાશાળા, નાની ખોંભડી પ્રાથમિક શાળા, ખોંભડી સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી સાપ્તાહિક મળી રહેશે એવું ખોંભડીના કચ્છમિત્રના પ્રતિનિધિ જગદીશભાઈ કોઠારીએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang