• બુધવાર, 22 મે, 2024

ભુજમાં બોથડ પદાર્થથી યુવાનની હત્યા

ભુજ, તા. 14 : હજુ થોડા દિવસો પૂર્વે ગાડી ધીમી ચલાવાની સામાન્ય બાબતે તીક્ષ્ણ હથિયારથી સરપટ નાકા બહાર હત્યાનો બનાવ બન્યો હતો. ત્યારે આજે ફરી સરપટ નાકા બહાર આશાપુરા નગરમાં 28 વર્ષીય યુવાન હનીફ ઉર્ફે  હનિયો નૂરમામદ સમાનો મૃતદેહ મોઢાંમાં લોહી નીંગળતી હાલતમાં મળી આવ્યો હતો. નાણાંના મુદ્દે મિત્ર એવા સુરેશ માધુભાઇ જોગીએ ઢીમ ઢાળ્યાનું બહાર આવ્યું છે. અંગે -ડિવિઝન પોલીસ મથકે મૃતકના ભાઇ જભારે નોંધાવેલી ફરિયાદ મુજબ આજે સવારે સાત વાગ્યાના અરસામાં તેમને ફોન આવ્યો હતો કે, તમારો ભાઇ?હનીફ આશાપુરા નગરમાં આશાપુરા મંદિરની બાજુમાં આવેલી કપિલ સ્ટોરની દુકાન પાસે મોઢાં તથા નાકમાંથી લોહી નીકળતી હાલતમાં ચત્તો પડયો છે. આથી ફરિયાદી તુરંત ત્યાં પહોંચતાં અને તપાસતા હનીફ મૃત મળતાં પોલીસને જાણ કરી હતી. મોઢાંના ભાગે બોથડ પદાર્થ લાકડાના ધોકા-પથ્થરથી માર મારી ઢીમ ઢાળ્યાનું દેહસ્થિતિ પરથી જણાઇ આવે છે. -ડિવિઝન ઘટનાસ્થળે ધસી જઇ મૃતદેહને જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. હત્યાના બનાવને લઇ લોકો એકત્ર થયા હતા. હોસ્પિટલમાં પણ પરિજનો તથા મિત્ર ધસી આવ્યા હતા. ફરિયાદમાં લખાવાયું છે કે, તેમના મોટા ભાઇ ઇસ્માઇલે  જણાવ્યું હતું કે, હનીફને ગઇકાલે તા. 13/5ના રાત્રે સાડા નવેક વાગ્યે તેનો મિત્ર અનિલ ગોર (રહે. આશાપુરા નગર-ભુજ) લઇ ગયો હતો. બાબતે તે વધુ જાણતો હોવાનો તેઓને શક-વહેમ છે. આમ, પોલીસે અનિલ ગોરને રાઉન્ડઅપ કરી પૂછતાછ કરતાં તેણે જણાવ્યું કે, પોતે, હનીફ અને સુરેશ માધુભાઇ જોગી (પારાધી) ત્રણે જણ આશાપુરા નગરમાં બેઠા હતા ત્યારે હનીફ અને સુરેશ વચ્ચે નાણાંની લેતી-દેતી બાબતે મારકૂટ?થતાં સુરેશ ભાગીને થોડીવારમાં હાથમાં ધોકો લઇને પરત આવ્યો હતો અને હનીફને મારતાં તે ત્યાં ઢળી પડયો હતો. આમ, અનિલ પાસેથી મળેલી વિગતોના આધારે સુરેશને રાઉન્ડઅપ કરી તેની ઊંડાણપૂર્વક પોલીસે પૂછતાછ કરતાં ભાંગી પડયો હતો અને ગુનાની કબૂલાત કરતાં તેની વિધિવત -ડિવિઝન પોલીસે ધરપકડ કરી ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી લીધો હતો. કામગીરીમાં ઇન્ચાર્જ પી.આઇ. દક્ષાબેન બી. લાખણોત્રાનાં માર્ગદર્શન હેઠળ હે.કો. મહિપાલસિંહ જાડેજા, રણજિતસિંહ જાડેજા, મહેશભાઇ?પ્રજાપતિ, રાજુભા જાડેજા, કોન્સ. જીવરાજ ગઢવી, જયદેવસિંહ જાડેજા, લાખાભાઇ બાંભવા તથા અશ્વિનભાઇ?નાટડા જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang