• શનિવાર, 27 જુલાઈ, 2024

`ભારતીય દર્શકો ખેલભાવના ભૂલ્યા'

નવી દિલ્હી, તા. 20 : ભારત સામે ફાઇનલમાં 6 વિકેટે જીત મેળવ્યા બાદ છઠ્ઠીવાર ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. મેચ બાદના ઇનામ વિતરણ વખતે ખાલી સ્ટેડિયમ પર ઓસ્ટ્રેલિયન મીડિયાએ ભારતીય દર્શકોની ટીકા કરી છે. જયારે વર્લ્ડ કપ ટ્રોફી કાંગારૂ કપ્તાન કમિન્સને વડાપ્રધાન મોદીના હસ્તે અપાઇ ત્યારે સ્ટેડિયમ લગભગ ખાલી થઇ ગયુ હતું. જેના પર ઓસ્ટ્રેલિયન મીડિયાએ કહ્યંy છે કે ભારતીય દર્શકો તેમની ટીમની હાર બાદ ખેલભાવના ભુલ્યા હતા. ધ ક્રોનિકલ અખબારે તેની વેબસાઇટ પર લખ્યું કે જે સમયે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ટ્રોફી સાથે ઉજવણી કરી રહ્યા હતા ત્યારે ભારતીય ખેલાડીઓ પણ ચાલ્યા ગયા હતા અને સ્ટેડિયમમાં દર્શકો પણ ન હતા. જયારે ધ ટેલિગ્રાફ અખબારે હેડિંગ આપ્યું કે ભારતની સચ્ચાઇ સામે દર્શકોની નિરાશા ચાલુ. ભારતને એમ હતું કે આ વિશ્વ કપ અમારો છે, પણ સચ્ચાઇ એ છે કે ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન થયું છે. અન્ય એક ઓસિ. અખબાર ધ એજનું હેડિંગ હતું સ્ટેડિયમમાં દર્શકોની ખામોશી કમિન્સની ટીમ માટે ગોલ્ડન પળ. સિડની મોર્નિંગ હેરાલ્ડે લખ્યું કે વિશ્વ કપમાં સંપૂર્ણ દબદબો બનાવનાર ભારત સામેની જીત 146 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયાની મોટી ઉપલબ્ધિ છે. એ પણ આટલી વિશાળ ભીડ સામે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang