ગાંધીધામ, તા. 26 : દેશના પ્રથમ હરોળના કંડલા મહાબંદર ખાતે આવેલા ખાનગી કન્ટેનર ટર્મીનલમાં ટ્રાફીક જામ
સહીતની સમસ્યાના નિવારણ માટે ગાંધીધામ ચેમ્બર ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમસ્યા
ઉકેલવા વિવિધ બાબતો અંગે ચર્ચા વિચારણા કરી
જરૂરી પગલા લેવા અંગે નિર્ણય લેવાયો હતો. ટર્મીનલ ઉપર હાલમાં કંટેનર્સને એન્ટ્રી માટેની ફોર્મ ન. 6 ની પ્રક્રિયા પુરી કરી ગેટની અંદર લેવામાં
આવે છે જેથી આ પ્રક્રિયામાં ઘણો સમય લાગી જાય છે.
હાલમાં મોટા પાયે આયાત-નિકાસ થઈ રહી હોવાથી કંટેનરોનો ભરાવો થઈ રહ્યો છે. ટ્રાન્સપોર્ટ ઓપરેટરો સતત ટ્રાફિક જામની
સમસ્યા ભોગવી રહયા છે. આ ઉપરાંત કે. આઈ.સી.ટી. ટર્મિનલ ખાતે પાર્કિંગની જગ્યાનો અભાવ
હોવાથી કન્ટેનર ટ્રાન્સપોર્ટેશન અને મુવમેન્ટમાં ક્લાકોનો સમય વેડફાઈ જાય છે.. કે.આઈ.સી.ટી.
ખાતે કન્ટેલર્સ હેન્ડલીંગ માટેના સાધનો (ઈક્વીપમેન્ટસ) ઓછા હોવાના કારણે ધીમી મુવમેન્ટ
તથા ડ્રાઇવરો માટે પ્રાથમિક સુવિધા જેમ કે પીવાનું પાણી, કેન્ટીન, વોશરૂમ જેવી
વ્યવસ્થા ન હોવાથી છેલ્લા એક-બે મહિનાઓથી વિવિધ સમસ્યાઓ લાંબા સમયથી સતાવી રહી
હોવાનું પરિવહનકારોએ બેઠકમાં જણાવ્યું
હતું. ચેમ્બર પ્રમુખશ્રી તેજાભાઈ કાનગડે ટ્રાન્સપોર્ટ
એસોસીએશન અને કંડલા ઇન્ટરનેશનલ કંટેનર ટર્મિનલ (કેઆઈસીટી) નાં અધિકારીઓને આવકારી પ્રવર્તમાન
પરિસ્થિતિ વિશે ટ્રાન્સપોર્ટરોને પડતી મુશ્કેલીઓ, ટ્રાફિક જામ
અને સુવિધાઓના અભાવનું સર્વસંમતિથી યોગ્ય નિરાકરણ લાવવા ભારપૂર્વક જણાવ્યું હતું. કંડલા
ઇન્ટરનેશનલ કંટેનર ટર્મિનલ (કેઆઇસીટી) ના અધિકારી અવિનાશ સતારદેકરે જણાવ્યું હતું કે,
હાલમાં મુખ્યત્વે પાર્કિંગની સમસ્યા હોવાના કારણે ગેટ ઉપર ટ્રાફિક જામ
થાય છે. ડીપીએ ધ્વારા કંટેનર પાર્કિંગ પ્લાઝાનું કામ ચાલુ છે જે એકાદ માસ બાદ પુરું
થયેથી પાર્કિંગ સમસ્યા નાહિં રહે. આ ઉપરાંત સુરક્ષા સંબંધિત અનુપાલન કરવાનું થતું હોઈ
કંટેનર (સર્વે) પરીક્ષણની પ્રક્રિયા કરવાની થતી હોવાથી સમય લાગતો હોવાનું ઉમેર્યું
હતું. કે.આઈ.સી.ટી ખાતે એક્ઝીમ અને કોસ્ટલ કંટેનરો માટે અલગ અલગ વ્યવસ્થા કરવા ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ સૂચન કર્યું
હતું આ વ્યવસ્થાના કારણે કન્જેશનની સમસ્યા ઉપસ્થિત ન થાય તથા ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને
એક ટીમ બનાવી કે.આઈ.સી.ટી. અધિકારીઓ જોડે સંકલન સાધી એકાદ અઠવાડિયા બાદ પરિસ્થિતિનું
પુન: મુલ્યાંકન કરવા ફરી બેઠક યોજવા જણાવ્યું હતું તથા ટ્રેડની પડતી સમસ્યાઓના હલ માટે
ગાંધીધામ ચેમ્બર હંમેશા સર્વસંમતિથી સમાધાન અને સમસ્યાના યોગ્ય નિરાકરણ માટે સહયોગ
પાઠવશે, તેવી ખાત્રી આપી હતી બેઠકમાં સહમંત્રી જાતિન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર, કારોબારી સમિતિના સભ્યો નરેન્દ્ર રામાણી,
અનિમેષ મોદી, કે.આઈ.સી.ટીના કોર્પોરેટ હેડ
પ્રશાંત પાટીલ, ઓપરેશન હેડ જાતિન કડાવાલા, કોમર્શિયલ હેડ મિસ. ગીતા મીના, સીક્યુરીટી હેડ દેવીન્દર
કુમાર, ઓપરેશન્સના હરિગિરિ
તથા મિસે લાયા તલાભતુલા જયારે ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રતિનિધિઓ સર્વશ્રી ગોપાલ આહિર,
કૌશલ છાયા, નિલેશ આહિર, હિતેશ
બાવા, નીલેશ મક્વાણા, મુકુલભાઈ અને અબરારભાઈ
જોડાયા હતા - કે.આઈ.સી.ટી
દ્વારા સમસ્યા નિવારવા લેવાશે વિવિધ પગલા : કંટેનર્સ મુવમેન્ટ માટે હાલમાં જે 4 સ્ટેર્ક્સ હતા તે વધારીને સાત સ્ટેર્ક્સ
કરાયા છે તથા ટુંક સમયમાં કે.આઈ.સી.ટી. વાહનોના બુકીંગ માટે વી.બી.એસ ઓનલાઈન સિસ્ટમ
ચાલુ કરાશે. અને ગાડી નંબરો સાથે સ્લોટ ફાળવવાની
સિસ્ટમ લાગુ થવાથી સમસ્યામાં ઘણી રાહત થશે. વી.બી.એસ સિસ્ટમ અપનાવવાથી વાહનોની મુવમેન્ટનો
સારી રીતે મોનીટરીંગ થઈ શકશે. આ તબક્કે તેઓએ ડ્રાઈવરો માટે ટર્મિનલ ઉપર ચા-પાણી-નાસ્તો
વગેરે નિ: શુલ્ક આપવા અને ટ્રાફિકના નિયમન માટે વધારાના સીક્યુરીટી ગાડર્સ મુકવા ખાત્રી
આપી હતી. ગાંધીધામ ચેમ્બરના સહયોગથી ટ્રાન્સપોર્ટ એસોસીએશન અને કે.આઈ.સી.ટી. ના સંયુક્ત
પ્રયાસો અને સાથ સહકારથી સમસ્યાનું નિરાકરણ કરી કંટેનર મુવમેન્ટ સરળતાથી ચાલે તે માટે
કે.આઈ.સી.ટી. તમામ પ્રયાસો કરશે. તેમ અધિકારીએ જણાવ્યું હતું.