મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 25 : નખત્રાણા
તાલુકાના દેવપર યક્ષ સુખસાણ રાજપુત ક્ષત્રિય યુવા સમાજ દ્વારા સ્વ. ઉમરાજી માનસંગજી
સોઢા સ્મૃતિકપ સુપર-8 ક્રિકેટ ટુર્નામેન્ટનું
આયોજન કરાયું હતું. 16 ટીમોએ ભાગ
લીધો હતો. રોમાંચક ફાઇનલમાં જય માતાજી ઇલેવન દનણાએ વિજય મેળવ્યો હતો. જ્યારે ઇન્દ્રા
ટાઇગર મોખા રનર્સ રહી હતી. અબડાસાના ધારાસભ્ય તેમજ ક્ષત્રિય સમાજ પશ્ચિમ કચ્છના પ્રમુખ
પ્રદ્યુમનસિંહ જાડેજાએ યુવાનોને રમત સાથે સાથે
રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ કમર કસવાનું આહવાન કર્યું હતું. આયોજન યક્ષ રાજપુત રાજપુત
ક્ષત્રિય સમાજના અગ્રણી સતુભા વંકાજી જાડેજાના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. યુવા ટીમના
સભ્યો નારણજી પઢિયાર, પ્રવિણસિંહ
જાડેજા,મંગલસિંહ સોઢા, પ્રભાતસિંહ જાડેજા,
ભરતસિંહ જાડેજા, કનુભા પઢિયાર સહિતના યુવાનોએ સહયોગ
આપ્યો હતો.