• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

1 એપ્રિલથી ઈથેનોલ યુક્ત પેટ્રોલ

નવી દિલ્હી, તા. 26 : દેશનાં તમામ પેટ્રોલ પંપો ઉપર 1 એપ્રિલથી 20 ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ જ વેચાશે. કેન્દ્ર સરકાર તરફથી તમામ ઓઇલ અને ગેસ કંપનીઓને આના માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયનાં જાહેરનામા અનુસાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 એપ્રિલ, 2026થી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચવું પડશે. તેમાં રિસર્ચ ઓક્ટેન નંબર(આરઓએન) ન્યુનતમ 9પ રહેવો જોઈએ. આરઓએન ઈંધણની સ્થિરતાને માપે છે. જે દર્શાવે છે કે, પ્રજ્વલન પહેલાં ઈંધણ કેટલું કમ્પ્રેશન સહન કરી શકે છે અને તેની ગુણવત્તા દર્શાવે છે. ભારતમાં 2023-2પ બાદ બનેલા મોટાભાગનાં વાહનો ઈ-20 ઉપર ચલાવવા માટે જ ડિઝાઈન કરવામાં આવેલા છે અને તેથી અન્ય કોઈ મોટી સમસ્યા ઉભી થવાની શક્યતા નથી. જો કે જૂના વાહનોની માઇલેજમાં 3થી 7 ટકા જેટલો મામૂલી ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત રબ્બર કે પ્લાસ્ટિકનાં પુરજા આનાથી ખરાબ થઈ શકે છે. ન્યુનતમ 9પ આરઓએન ઉપર જોર આપવાનું કારણ એન્જિનમાં નુકસાનની શક્યતા ઘટાડવા માટે છે. સરકારે જૂન 2022માં નિર્ધારિત સમયથી પાંચ માસ પહેલા પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ ભેળવવાનાં લક્ષ્યને પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ 20 ટકા ઈથેનોલ મિશ્રિત કરવા માટેની સમયમર્યાદા 2030થી ઘટાડીને 202પ-26 કરી નાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અત્યારે પણ દેશનાં મોટાભાગનાં પેટ્રોલ પંપ ઉપર 20 ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ જ વેચાય છે. 

Panchang

dd