• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

ટી-20 ક્રમાંકમાં ઇશાન કિશનનો ફરી કૂદકો

દુબઈ, તા. 25 : ટીમ ઇન્ડિયાના ડાબોડી ઓપનિંગ બેટ્સમેન ઇશાન કિશને ટી-20 ક્રમાંકમાં ફરી કૂદકો માર્યો છે જ્યારે વિશ્વ કપમાં ઝીરોની હેટ્રિક છતાં અભિષેક શર્મા ટોચના ક્રમે જળવાઇ રહ્યો છે. બીજી તરફ જોરદાર ફોર્મમાં રમી રહેલો પાકિસ્તાની ઓપનર સાહિબઝાદા ફરહાન ત્રણ નંબર પર આવી ગયો છે. અભિષેક શર્માનો બેટ હાલ શાંત છે. તે વિશ્વ કપમાં ફકત 1પ રન જ કરી શક્યો છે. જેની અસર તેના આઇસીસી રેટિંગમાં જોવા મળે છે. તે પહેલાં સ્થાને યથાવત્ છે, પણ તેના રેટિંગ પોઇન્ટ 891માંથી ઘટીને 877 થઈ ગયા છે. ઇંગ્લેન્ડનો ફિલ સોલ્ટ 81પ રેટિંગ સાથે બીજા ક્રમે છે. ફરહાનના 810 રેટિંગ છે અને ત્રણ નંબર પર છે. ઇશાન કિશન 742 રેટિંગ સાથે પાંચમા નંબર પર આવી ગયો છે. આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસે ટોપ ટેનમાં એન્ટ્રી કરી છે. તે 10 ક્રમનો કૂદકો મારીને 9મા નંબર પર આવી ગયો છે. પાક. સામે સદી કરનાર હેરી બ્રુક 10 સ્થાનના ફાયદા સાથે 18મા નંબર પર છે. આઇસીસી ટી-20 બોલિંગ ક્રમાંકમાં વરુણ ચક્રવર્તી ટોચ પર યથાવત્ છે. બુમરાહે લાંબા સમય પછી ટોપ ટેનમાં વાપસી કરી છે. તે હવે 8મા ક્રમે છે. ઝિમ્બાબ્વેનો કપ્તાન સિકંદર રઝા નંબર વન ઓલરાઉન્ડર છે. 

Panchang

dd