નવી દિલ્હી, તા. 26 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયલના પ્રવાસે છે. દરમ્યાન બુધવારે
ઈઝરાયલના પીએમ બેંજામિન નેતન્યાહુ દ્વારા એક સંયુક્ત ડિનરનું આયોજન કરવામાં આવ્યું
હતું. આ દરમિયાન નેતન્યાહુએ પારંપરિક ભારતીય કપડાં પહેરીને પીએમ મોદીને ચોંકાવી દીધા
હતા. નેતન્યાહુએ સફેદ રંગનો ફુલ સ્લીવ શર્ટ પહેર્યો હતો અને ઉપર એક હળવા રાખોડી રંગની
બંડી પહેરી હતી. જેને આજકાલ મોદી જેકેટ પણ કહેવામાં આવે છે. ગુરુવારે પીએમ મોદીએ પ્રતિક્રિયા આપતા એક્સ ઉપર
લખ્યું હતું કે ખૂબ જ શાનદાર, ભારતીય
પરિધાન પ્રત્યે નેતન્યાહુનો લગાવ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે સન્માન
બતાવે છે. આ અગાઉ બુધવારે પીએમ મોદીને ઈઝરાયલી સંસદના સર્વોચ્ચ સન્માન મેડલ ઓફ ધ નેસેટથી
સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન પ્રાપ્ત કરનારા તેઓ પહેલા વ્યક્તિ બન્યા હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલે એક્સ ઉપર કહ્યું હતું કે ઈઝરાયલી સંસદના સ્પીકર
અમીર ઓહાનાએ પીએમ મોદીનું આ મેડલથી સન્માન કર્યું હતું. પીએમ મોદીએ મેડલને બન્ને દેશ
વચ્ચેની સ્થાયી મિત્રતા અને લોકતાંત્રિક પરંપરાને સમર્પિત કર્યો હતો.