• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

ઝિમ્બાબ્વે સામે મોટી જીત; સેમિની આશા જીવંત

ચેન્નાઇ, તા. 26 : બેટધરોના શાનદાર દેખાવથી ઝિમ્બાબ્વે સામેની સુપર-8 રાઉન્ડના નિર્ણાયક મેચમાં ભારતનો 72 રને આક્રમક વિજય થતાં સેમિ ફાઇનલની આશા જીવંત રહી છે. ભારતીય ટીમ માટે હવે રવિવારે રમાનારી વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચ કરો યા મરો સમાન બની રહેશે. આ મેચમાં જે ટીમને જીત મળશે તે ટીમ ટી-20 વિશ્વ કપના સેમિ ફાઇનલમાં પહોંચી જશે. આજની પહેલી મેચમાં આફ્રિકા સામે વિન્ડિઝની હાર થઇ હતી. આથી ભારત અને વિન્ડિઝ 2-2 પોઇન્ટ પર સમાન છે. જો કે વિન્ડિઝની નેટ રન ભારત કરના સારો 1.791 છે. આથી તે બીજા ક્રમે છે. જયારે ટીમ ઇન્ડિયા ત્રીજા ક્રમે છે અને નેટ રન રેટ માઇનસ 0.100 છે. જયારે ઝિમ્બાબ્વે ટીમની વિશ્વ કપ સફર સમાપ્ત સમાન છે. તેના માટે હવે સેમિના દ્રાર લગભગ બંધ છે. ભારતના 4 વિકેટે 26 રનના વિશાળ સ્કોર સામે ઝિમ્બાબ્વેના 20 ઓવરમાં 6 વિકેટે 184 રન થયા હતા. ઝિમ્બાબ્વે તરફથી યુવા ઓપનિંગ બેટર બ્રાયન બેનેટે તેનું ચમત્કારિક ફોર્મ ચાલુ રાખીને પ9 દડામાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાથી અણનમ 97 રન કરી ભારતની મજબૂત બોલિંગ લાઇન અપ સામે આતશી બેટિંગ કરી હતી. આ સિવાય કપ્તાન સિકંદર રઝાએ 31 રન કર્યાં હતા. ભારત તરફથી અર્શદીપને 3 વિકેટ મળી હતી. વરૂણ, અક્ષર અને દુબેને એક-એક વિકેટ મળી હતી. અગાઉ ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાનો ટોસ જીતની ચેપોક સ્ટેડિયમની સપાટ વિકેટ પર ભારતને બેટિંગ આપવાનો નિર્ણય બુમરેંગ સાબિત થયો હતો. ભારતીય ટીમે પહેલા દડાથી જ હલ્લાબોલ કરીને 20 ઓવરમાં 4 વિકેટે 26 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જે ટી-20 વર્લ્ડ કપનો બીજો સૌથી મોટો સ્કોર છે. જયારે ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતીય ટીમનો સૌથી મોટો સ્કોર છે. અગાઉ 2007ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 4 વિકેટે 218 રન કર્યાં હતા. આ ઉપરાંત ભારતની ઇનિંગ્સમાં સૌથી વધુ 17 છગ્ગાનો પણ રેકોર્ડ બન્યો હતો. આ પહેલા ભારતે એક દાવમાં 1પ છગ્ગા ફટકાર્યાં હતા. અભિષેક શર્મા (પપ), હાર્દિક પંડયા (પ0*) અને તિલક વર્મા (44*)ના પાવર હિટિંગથી ચેપોક મેદાન પર રન રમખાણ સર્જાયુ હતું. ભારતે આખરી પ ઓવરમાં 80 અને પાવર પ્લેમાં 80 રન કર્યાં હતા.  ફોર્મમાં વાપસી કરનાર અભિષેક શર્માએ 30 દડામાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાથી આતશી પપ રન કર્યાં હતા. અભિષેકના સાથમાં ઇલેવનમાં વાપસી કરનાર સંજૂ સેમસને 1પ દડામાં 1 ચોગ્ગા-2 છગ્ગાથી 24 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. જયારે ઇશાન કિશન 24 દડામાં 4 ચોગ્ગા-1 છગ્ગાથી 38 રને આઉટ થયો હતો. ભારતે પાવર પ્લેની 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 80 રન કરી આક્રમક શરૂઆત કરી હતી. આ પછી કપ્તાન સૂર્યકુમારે ઝિમ્બાબ્વેના બોલર્સની ધોલાઇ કરીને 13 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી 33 રનની કેમિયો ઈનિંગ્સ રમી ભારતની રન રફતાર વધુ તેજ કરી હતી. ડેથ ઓવર્સમાં હાર્દિક-તિલકની જોડીએ જોરદાર ફટકાબાજી કરી હતી. આ બન્ને વચ્ચે પાંચમી વિકેટની અતૂટ ભાગીદારીમાં ફકત 31 દડામાં 84 રનનો ઉમેરો થયો હતો.  હાર્દિક પંડયાએ દાવના અંતિમ દડે છગ્ગો ફટકારી અર્ધસદી પૂરી કરી હતી. તે 23 દડામાં 2 ચોગ્ગા-4 સિક્સરથી પ0 રને અને તિલક વર્મા 16 દડામાં 3 ચોક્કા-4 સિક્સરથી 44 રને નોટઆઉટ રહ્યા હતા.  

Panchang

dd