• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

ગિફ્ટ સિટીમાં રોકાણ માટે લેકઝમ્બર્ગ આતુર

અમદાવાદ, તા. 26 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મૂલાકાત લક્ઝમબર્ગના ગ્રાન્ડ ડચીના નાણાં મંત્રી  ગિલિસ રોથ અને ડેલિગેશને ગાંધીનગરમાં લીધી હતી. લક્ઝમબર્ગ 115 બેંક્સ સાથે 8 ટ્રીલિયન યુરોનું રોકાણ એસેટ મેનેજમેન્ટમાં અને 80 જેટલા દેશોમાં ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાંન્સિયલ સર્વિસસમાં પ્રેઝન્સ ધરાવે છે આ સંદર્ભમાં તેમણે ભારત-ગુજરાત સાથે નાણાંકિય સંબંધો વિસ્તારવા માટેની ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લક્ઝમબર્ગના પ્રતિનિધિ મંડળને આગામી જાન્યુઆરી-2027માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તથા એપ્રીલ-2026 તથા જૂન-2026માં યોજાનારી સાઉથ અને સેન્ટ્રલ ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં જોડાવા માટેનું આમંત્રણ પણ પાઠવ્યું હતું. 

Panchang

dd