ગાંધીધામ, તા. 26 : ભચાઉમાં એક આધેડના મોબાઇલમાં
મેસેજ આવ્યા બાદ તેમના ખાતામાંથી રૂા. 99,999 બારોબાર ઉપડી ગયા હતા. ભચાઉમાં ભાડેથી રહી સામખિયાળી ઇ.ટી. કંપનીમાં
કામ કરતા ફરિયાદી સંદેશ્વરસિંહ ઇન્દરજીતસિંહ યાદવ વર્ષ 2024માં આવ્યો હતો, જેથી તેમણે એક્સિસ બેંકમાં ફોન કરતાં આ પૈસા
પરત તેમના ખાતામાં આવી ગયા હતા. બાદમાં ફરિયાદી બીજા દિવસે બેંકમાંથી પૈસા કઢાવવા જતાં
તે ફ્રિજ થઇ ગયા હોવાનું બેંક કર્મીએ જણાવ્યું હતું તેવામાં તેમને ફરીથી રૂા. 99,999 ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો.
તેમણે 1930માં ફરિયાદ કરી હોવા છતાં બાદમાં
પૈસા પરત મળ્યા નહોતા. બે વર્ષ પછી પોલીસે આ અંગે ગુનો નોંધીને હવે છેક આગળની તપાસ
હાથ ધરી છે.