ગાંધીધામ, તા. 26 : આદિપુરની એક સોસાયટીમાં મકાનનું
કામ ચાલી રહ્યુ છે. દરમ્યાન નિશાચરોએ રૂા. 72000ની સેન્ટ્રીંગ પ્લેટોની તસ્કરી કરી હતી. મેઘપર બોરીચીની રાધેક્રિષ્ના
સોસાયટીમાં રહેનાર ફરિયાદી બબલુ રામધ્યાનપ્રસાદ સેન્ટ્રીંગનું કામ કરે છે તેમણે આદિપુરની
જલારામ સોસાયટીમાં આવેલા એક મકાનનું કામ રાખ્યું છે જેના માટે ત્યાં સેન્ટ્રીંગ પ્લેટો
પહોંચાડવામાં આવી હતી. તા. 23/2ના આ પ્લેટો
ત્યાં પડી હતી પરંતુ 28/2ના જ્યારે
તે ગુમ જવાઈ હતી. અહીંથી નિશાચરોએ રૂા. 72,000ની 60 પ્લેટની ચોરી
કરી હતી તસ્કરો કોઈ મોટું વાહન લઈને આવ્યા હોવાનું જાણીને પોલીસે આગળની તપાસ હાથ ધરી
છે. પ્લેટો ઉપર લાલ રંગ તથા પાછળ સફેદ રંગથી બી.પી.એલ. લખેલું હતું.