ભુજ, તા. 25 : અમદાવાદમાં ઓલ ઈન્ડિયા ઓપન
ચેસ સ્પર્ધાનું આયોજન કરાયું છે જેમાં કચ્છમાંથી સંજય વેલજીભાઇ દાવડા (નેશનલ ઇન્સ્ટ્રક્ટર
અને નેશનલ આરબીટર) અને હર્ષ પરેશભાઈ રૂપારેલ (એરેના માસ્ટર. નેશનલ આરબીટર)ની આરબીટર
તરીકે પસંદગી કરવામાં આવી છે. સંજય દાવડા ઘણા સમયથી ઓનલાઈન તેમજ ઓફ લાઈન ચેસ સ્પર્ધા
યોજી વિધાર્થીઓને પ્લેટફોર્મ આપવાનું કાર્ય કરે છે. જ્યારે હર્ષ રૂપારેલ ચેસ કાચિંગ
અને દરેક સ્પર્ધા વિષે માહિતી આપી વિધાર્થીઓને પ્રોત્સાહન આપે છે. કચ્છમાંથી પ્રથમ
વાર આવી પસંદગી થઈ હોવાનું કહેવાયું છે. તેઓને ગાંધીધામના અડવોકેટ મુરારી શર્મા, ભાર્ગવ ભટ્ટ, રામકાન્ત
સોનપર, દિનેશ ગોસ્વામી, વિજય ઓઝા,
વિનોદ ખોડિયાર, ચમનલાલ ભાભેરા, ખીમજીભાઈ પરમારે બિરદાવ્યા હતા.